પ્રશાંત ઢીવરે/સુરત: ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓ યથાવત છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં 43 વર્ષીય કાપડ મિલના સુપરવાઇઝરનું હાર્ટએટેકથી મોત થયું છે. સુપરવાઇઝરને કોઈપણ ગંભીર બીમારી ન હતી, અચાનક હાર્ટ એટેકથી મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ભયાનક એલર્ટ; ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાઈ છે ચેતવણી


સુરત જ નહીં પરંતુ રાજ્યભરમાં હાર્ટ એટેકના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને નાની ઉંમરમાં હાર્ટ એટેકથી લોકોના મોતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જ્યારે સુરત શહેરમાં પણ છેલ્લા કેટલાક સમયથી બાઇક ચલાવતા ચલાવતા હોય કે ચાલતા ચાલતા, ઊંઘમાં જ હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાર્ટ એટેક થી મોતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં કાપડ મિલમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા 43 વર્ષીય શોભરાજ દુરીયા નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.


આને કહેવાય નસીબ! 53 વર્ષના કાકાના પ્રેમમાં પડી 22 વર્ષની છોકરી, હું મારો જીવ પણ....


મૃત્યું પામનાર શોભરાજ પાંડેસરા ખાતે આવેલ પ્રગતિ ફેશન મિલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. દરમ્યાન અચાનક જ છાતીના ભાગે દુખાવો થતાં ઢળી પડ્યા હતા. સાથી કર્મચારીઓ દોડી આવ્યા હતા. શોભરાજને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ શોભરાજને મૃત જાહેર કર્યો હતો. 


Ganesh Modak Competition: જામનગરમાં અનોખી મોદક સ્પર્ધા, જાણો કોણે કેટલા લાડવા ખાધા?


શોભરાજના સંબંધી ઉમાકાંત દુર્યાએ જણાવ્યું હતું કે શોભરાજ પાંડેસરા ખાતે આવેલ પ્રગતિ ફેશન મિલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરી રહ્યા હતા. દરમિયાન તેમને અચાનક જ છાતીના ભાગે દુ:ખાવો થયો હતો. તેમના સાથી કર્મચારીઓ દોડી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃતક જાહેર કર્યો હતો. 


વગર ગેરંટીએ રૂપિયા 3 લાખ સુધીની લોન : જાણી લો શું છે સરકારી યોજના, ફટાફટ એપ્લાય કરો


શોભરાજને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી.હાલ તો ઘટનાને લઈ પાંડેસરા પોલીસે શોભરાજ મૂર્તદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. મૂતક શોભરાજ મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે. છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરના ભેસ્તાન ખાતે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતો હતો. શોભરાજનું અચાનક હાર્ટ એટેકથી મોત નિપજતા ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.


આ જોઈ તમારું લોહી ઉકળી જશે, ડાકણ ન કરે તેવું કૃત્ય પાડોશી મહિલાએ બાળકી સાથે કર્યું