સુરતમાં કરુણ ઘટના! પાંચ મહિનાની બાળકીને માતાએ સ્તનપાન કરાવીને સુવડાવી, સવારે ઉઠી જ નહીં
માતાએ રાત્રે બાળકીને સ્તનપાન કરાયા બાદ બાળકી ઊંઘી ગઈ હતી. વહેલી સવારે બાળકીને ઊંઘમાંથી ઉઠાવતા બાળકી જાગી ન હતી તાત્કાલિક બાળકીને સારવાર ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં ફરજ પર હજાર તબીબોએ મૃતક જાહેર કર્યો છે.
પ્રશાંત ઢીવરે/સુરત: શહેરના અથવા વિસ્તારમાં પાંચ મહિનાનું બાળકીનું રહસ્યમય મોત નીપજ્યું છે શહેરના નાનપુરા ખાતે માતાએ 5 મહિનાની બાળકીને સ્તનપાન કરાયા બાદ બાળકીનું મોત નીપજ્યું છે. માતાએ રાત્રે બાળકીને સ્તનપાન કરાયા બાદ બાળકી ઊંઘી ગઈ હતી. વહેલી સવારે બાળકીને ઊંઘમાંથી ઉઠાવતા બાળકી જાગી ન હતી તાત્કાલિક બાળકીને સારવાર ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં ફરજ પર હજાર તબીબોએ મૃતક જાહેર કર્યો છે.
અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતની સામે શું છે ચેલેન્જ
સુરત શહેરના અઠવા ખાતે આવેલ નાનપુરા કૂવોવાડી ખાતે રહેતા લક્ષ્મણ વિશ્વકર્મા આઇટી કંપનીમાં ઓફિસબોય તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પરિવાર 4 સંતાન છે રાત્રી દરમિયાન લક્ષ્મણની પત્ની મનીષ વિશ્વકર્મા સૌથી નાની બાળકી દિયાનશીને રાત્રી દૂધ પીવડાવી સુવડાઈ દીધી હતી ત્યારે બાદ માતાએ બાળકીને વહેલી સવારે ઊંઘમાંથી ઉઠાવતા બાળકી ઊંઘમાંથી જાગી ન હતી.
એક સ્માર્ટફોને 9 લાખ ઉમેદવારોનું સપનું રોળ્યું, દાવ પર લાગી વર્ષોની મહેનત
બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને મૂર્તક જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ અઠવા પોલીસને કરાતા પોલીસ ઘટનાએ સ્થળે દોડી આવી હતી.બાળકીના રહસ્યમય મોતને લઈને અઠવા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.બીજી બાજુ ઘટનાને લઈ પરિવારમાં શોક ઘેરવાઈ ગયો છે.
પેપર લીક કાંડ મામલે ઋષિકેશ પટેલની મોટી જાહેરાત, પેપર લીક કરશો તો થશે મોટી કાર્યવાહી
નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર ઓમકાર ચૌધરીએ બાળકીના રહસ્યમય મોતને લઈને જણાવ્યું હતું કે વર્ષમાં એકાદ કેસ આવો આવતો હોય છે કે માતાના સ્તનપાન કર્યાં બાદ બાળકનો મોતનું મોત નિપજતુ હોય છે એનું કારણ એ પણ માની શકાય છે કે જ્યારે માતા પોતાના બાળકને સ્તનપાન કરાવતી હોય છે ત્યારે બાળકને જે ક્રિયામાં કરવાનું હોય તે રીતના ન કરાવતા હોય તેમ જ બાળકને સ્તનપાન કરાયા બાદ તરત જ ઉગાડી દેતા હોય છે જેથી બાળક કે જે દૂધ પીધું હોય છે તે શ્વાસની નળીમાં જવાથી બાળકને શ્વાસ ક્રિયા બંધ થઈ જતી હોય છે તેથી બાળકનું મોત પણ થાય છે. પરંતુ હાલ આ બાળકીના રહસ્યમય મોતને લઈને અઠવા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવી તપાસ હાથ ધરી છે જ્યારે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે.
ગુજરાતીઓની બલ્લે બલ્લે: મોસાળમાં મા પિરસનારી હોય તો....મોદી સરકાર વરસી ગઈ
5 મહિનાની બાળકીને માતાએ સ્તનપાન કર્યા બાદ અચાનક મોત નીપજતા પરિવારમાં શોખ ફેલાઈ ગયો છે.સમગ્ર ઘટનાને લઈ અઠવા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે પીએમ રિપોર્ટમાં મોતનું કારણ બહાર આવ્યા બાદ પોલીસ યોગ્ય દિશામાં તપાસ હાજર છે.