પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં બી.આર. ટી.બસ કાળમુખી બની છે. બી.આર.ટી બસ ચાલકનો વધુ એક અકસ્માત સામે આવ્યો છે. સુરતના અનુવ્રતદ્વાર પાસે બસ ચાલકે 6 વર્ષના બાળકને અડફેટે લેતા મોત નિપજ્યું છે. બાળક રમતા રમતા બીઆરટીએસ રોડ પાસે પહોંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિસ્ટમને કારણે અનેક વિસ્તારોમાં થશે 5 ઈંચ સુધી વરસાદ, આ વિસ્તારો માટે છે મોટો ખતરો


પૂરપાટ ઝડપે આવી રહેલ બસે બાઇકને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. બસ ચાલક બસ બીઆરટીએસ રૂટમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસ અકસ્માતનો નોધી કાર્યવાહી હાથ ધરી છે. 


ગુજરાતમા OBC અનામત મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે PM મોદીને પત્ર લખીને કર્યો મોટો ધડાકો


મધ્યપ્રદેશના વતની દિપક સોલંકી હાલ સિટીલાઈટ અણુવ્રત દ્વાર બ્રિજ નીચે ત્રણ સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. તે મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના સંતાન પૈકી 6 વર્ષનો પુત્ર રૂદ્ર સવારે મિત્રો સાથે બ્રિજની નીચે રમી રહ્યો હતો, તે સમયે ત્યાંથી પસાર થતી બીઆરટીએસ બસના ચાલકે રૂદ્રને ટક્કર મારી હતી. રૂદ્રને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને વધુ સારવાર માટે સર્જીકલ આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. ટુંકી સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું છે. 


આ રીતનો ગુજરાતમાં પ્રથમ કેસ! વાંચતા નહીં આવડતા બાળકીને મુક્કાઓ મારનાર શિક્ષકને સજા


મહત્વની વાત એ છે કે શહેરમાં બીઆરટીએસ નો કહેર છેલ્લા કેટલાક સમયથી યથાવત જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા બેફામ રીતે ચલાવતા બીઆરટીએસ બસ ચાલકો પર કાબુ મેળવા અનેક નિયમો પણ બનાવ્યા છે. તેમ છતાં અવારનવાર બીઆરટીએસની બસની અડફટે આવી જવાથી રાહદારીઓ સહિત વાહન ચાલકોના અકસ્માત સર્જાય રહ્યા છે. વધુ એક અકસ્માત સર્જાતા માસુમ બાળકનું મોત નિપજ્યું છે. હાલ સમગ્ર મામલે ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.