મૌલિક ધામેચા / અમદાવાદ : લિવ-ઈન રિલેશનમાં રહેતી મૂળ બાંગ્લાદેશી મહિલાને ગેરકાયદેસર ડોક્યુમેન્ટ સાથે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ઝડપી પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો આવી સામે આવી હતી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ચાંગોદરમાંથી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે.મહિલાની તપાસ કરતા સામે આવ્યું કે તે મુસ્લીમ ધર્મ ધરાવતી હોવા છતાં ભારતમાં હિન્દુ ધર્મની યુવતીનાં નામે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને વસવાટ કરતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM ભુપેન્દ્ર પટેલે કહ્યું, અહીં પ્રેસવાળા છે એટલે મારે બધુ બોલાય નહી પણ તમે થોડામાં ઘણું સમજી જજો


પોલીસ કસ્ટડીમાં ઉભેલી આ મહિલા આરોપી પર આરોપ છે. બોગસ ડોક્યુમેન્ટ આધારે ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરવાનો છે. જોકે આ અંગે ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમી આધારે સિરીના હુસેન નામની મહિલાને ચાંગોદરમાંથી ઝડપી પાડવામાં આવી છે. જોકે મહિલા પાસેથી બે પાસપોર્ટ, બે આધારકાર્ડ, બે પાનકાર્ડ સહિતનાં ડોક્યુમેન્ટ કબ્જે કરવામાં આવ્યા છે. પકડાયેલ મહિલા મૂળ બાંગ્લાદેશની છે, પરંતુ બનાવટી પાસપોર્ટ સહિતનાં દસ્તાવેજોમાં તેનું નામ સોનુ જોષી હોવાનું ખુલ્યું છે. 


12 વર્ષની તરૂણીને યુવકે કહ્યું, જીવનનો સાચો આનંદ તો તે લીધો જ નથી ચાલ તને આનંદ કરાવું અને...


ગ્રામ્ય એસઓજીએ મહિલાની ધરપકડ કરીને તપાસ કરતા સામે આવ્યું કે, વર્ષ 2017માં મહિલાને ફેસબુકનાં માધ્યમથી હિતેશ જોશી નામનાં યુવક સાથે પરિચય થયો હતો. તે પશ્ચિમ બંગાળની ભારતમાં ટુરીસ્ટ વિઝા પર આવીને પરત ગઈ ન હતી. જોકે મહિલાને એક બાળક હોવાનું પણ ખુલ્યું છે. ત્યારે આરોપી મહિલાએ આ બનાવટી ડોક્યુમેન્ટ કઈ રીતે બનાવ્યા અને તેનો ભારતમાં ધર્મ બદલીને રહેવાનો હેતુ શું છે તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube