અમદાવાદના હાઈફાઈ એરિયામાં મહાકાય ભુવો પડ્યો, જે વિસ્તાર સૌથી વધુ ટેક્સ આપે છે તેની હાલત સૌથી ખરાબ
Ahmedabad Rain : ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના પાપે અમદાવાદના શેલામાં ભૂવો પડવાનાં દ્રશ્યો કેમેરામાં થયાં કેદ, અમદાવાદના સાયન્સ સિટી, બોપલ અને ગોતામાં ખાબક્યો 7 ઈંચ વરસાદ,,, સરખેજમાં 6 ઈંચ વરસાદ પડ્યો,,, અનેક સોસાયટીઓ પાણીમાં થઈ ગરકાવ
Gujarat Weather Forecast : અમદાવાદ શહેરમાં બારે મેઘ ખાંગા થતાં જળબંબાકાર થયુ છે. બોપલ, સાયન્સ સિટી, ગોતામાં 7-7 ઈંચ વરસાદ વરસ્યો છે. તો સરખેજ વિસ્તારમાં 6 ઈંચ વરસાદ થતાં પાણી પાણી થયું છે. તો નરોડા વિસ્તારમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોધપુર અને ચાંદલોડિયામાં 4-4 ઈંચ વરસા નોંધાયો છે. ચાંદખેડા વિસ્તારમાં સાડા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બોડકદેવ અને ઉસ્માનપુરામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદથી અમદાવાદના શેલામાં વિશાળ ભૂવો પડ્યો છે. શેલામાં ભૂવો પડવાના LIVE દ્રશ્યો સામે આવ્યા છે. સ્કાય સિટી ચાર રસ્તા પાસે ૩૦ ફૂટ કરતા પણ વધારે પહોળો ભુવો જોઈ ભલભલા ચક્કર ખાઈ જાય. ડ્રેનેજ લાઇન કામ ચાલી રહ્યું હતું એ જ સમયે ભુવો પડ્યો છે. સ્થાનિકોએ ભૂવા પાસે બેરીકેટ કરી રસ્તો બંધ કર્યો છે.
તો શું આ ચમત્કારને કારણે સાઉદી અરેબિયા આખી દુનિયા પર રાજ કરે છે!
શહેરની સ્થિતિને લઇ વિપક્ષી નેતા શહેજાદ ખાને સિંધુભવન વિસ્તારની મુલાકાત લઈને તંત્ર પર સવાલો કર્યા છે. શહેઝાદ ખાન પઠાણે મનપાના અધિકારી અને ભાજપની કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા. તેમણે કહ્યું કે, મનપાએ 110 જગ્યાએ પાણી ભરાશે નહી તેવા દાવા કર્યા પણ ખોટા સાબિત થયાં છે. જે વિસ્તાર સૌથી વધુ ટેક્સ ભરે છે ત્યાંના જ લોકોની હાલત બદતર બની છે.
સવારના ૬ થી સાંજના ૫ દરમ્યાન અમદાવાદમાં શહેરમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. પણ વિસ્તાર મુજબ 1.5 થી લઇ ૬ ઇંચ સુધી પણ વરસાદ નોંધાયો છે. ઠેરઠેર ભરાયેલા પાણીને પગલે ભાજપ અને એએમસીના અધિકારી પર શહેરના વિપક્ષ નેતાએ સવાલો કર્યા છે. જે વિસ્તાર સૌથી વધુ ટેક્સ આપે છે તેની સૌથી ખરાબ હાલત છે. 110 સ્થાનો પર મનપાના પાણી ન ભરાવાના દાવાનો સદંતર ખોટા સાબિત થયા.
પહેલા વરસાદમાં ડૂબ્યું અમદાવાદ : પાણી નિકાલની AMC ની આખી સિસ્ટમ ફેલ સાબિત થઈ