સંદીપ વસાવા/સુરત: ડાયમંડ નગરી સુરતમાં લૂંટના કેસ વધી રહ્યા છે. ત્યારે સુરતના બારડોલી ખાતે 20 લાખ રૂપિયાની ચીલઝડપ લૂંટની ઘટના સામે આવી છે. કારનો કાચ તોડી 20 લાખની ચિલઝડપ ચોરી થઈ હતી. લૂંટારુઓ લૂંટ કરી લોકો પાછળ પડતા રસ્તામાં બેગ ફેંકીને ફરાર થયા હતા. ત્યારબાદ બેગ લઈને સાથીદાર પોલીસ સ્ટેશન પહોચ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારનો કાચ તોડી 20 લાખની ચિલઝડપ ચોરીની ઘટના સંદર્ભે પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પરંતુ હાલ બારડોલીમાં કારનો કાચ તોડીને થયેલી 20 લાખની ચીલઝડપમાં મોટો ખુલાસો થયો છે. કાર આમ આદમી પાર્ટીના રાજેન્દ્ર સોલંકીની હોવાનું ખુલ્યું છે. રાજેન્દ્ર સોલંકી આમ આદમી પાર્ટીના બારડોલી બેઠકના ઉમેદવાર છે. સૂત્રોએ જણાવ્યું કે બારડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટને જાણ કરાઈ છે.


બારડોલીમાં થયેલ 20 લાખની ચીલઝડપ મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નામ લીધા વગર રાજેન્દ્ર સોલંકી પર પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ટેક્સ ભરતા નથી અને રૂપિયા દિલ્હીથી કેમ આવ્યા? આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ આવ્યા છે? શું ગુજરાતમાં અશાંતિ ફેલાવા માટે રૂપિયા મોકલ્યા હતા તેવા પ્રશ્ન રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઊભા કર્યા છે .


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નામ લીધા વગર હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, 20 લાખ રોકડા ક્યાંથી આવ્યા તે એમને પૂછો? આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ આવ્યા. સંઘવીએ જણાવ્યું કે, આ લોકો ટેક્સ ભરતા નથી અને રૂપિયા દિલ્લીથી કેમ આવ્યા? શું ગુજરાતમાં અશાંતિ ફેલાવા માટે રૂપિયા મોકલ્યા હતા? નામ લીધા વગર આપ અને કેજરીવાલ પર હર્ષ સંઘવીએ પ્રહારો કર્યા હતા.


ઉલ્લેખનીય છે કે, ગત રોજ બારડોલી પોલીસ મથકના ગેટ પાસે પાર્ક કરેલી કારમાંથી ધોળે દહાડે ચીલઝડપની ઘટના બની હતી. કારનો કાચ તોડી લાખોની મત્તાની ચિલઝડપ કરી બે યુવાનો બાઈક પર ફરાર થઈ ગયા હતા. જો કે એક જાગૃત યુવાને ચિલઝડપ કરનારા બંન્ને યુવાનની બાઈકનો પીછો કરતા આર.ટી.ઓ નજીક તેઓ પૈસા ભરેલી બેગ ફેંકી ફરાર થઈ ગયા હતા. 


જાગૃત યુવાન પૈસા ભરેલી બેગ લઈ બારડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં ખુલાસો થયો હતો કે આ રૂપિયા આમ આદમી પાર્ટીના નેતાના હોવાનું સામે આવતા આઈટી વિભાગએ તપાસ આરંભી હતી. આ મામલે ગૃહ મંત્રીએ નામ લીધા વગર રાજેન્દ્ર સોલંકી પર પ્રહાર કર્યા હતા. 


જુઓ આ પણ વીડિયો:-