Surat Crime News: સુરતના કામરેજમાં દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી 25 કરોડથી વધુની નક્લી નોટો ઝડપાઈ હતી. જે બાદ પકડાયેલા આરોપી હિતેશ કોટડીયાએ કહ્યું હતું કે, આ નોટ ફિલ્મના શૂટિંગ માટે ઉપયોગમાં લેવાની છે અને નોટ પર રિવર્સ બેન્ક ઓફ ઇન્ડિયા લખ્યું હોવાનું અને આ ઝેરોક્ષ ફોટો કોપી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જોકે, તેમની આકરી પુછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપીએ જામનગર અને આણંદમાં પણ નક્લી નોટો રાખી હોવાની કબૂલાત કરી હતી. જેને પગલે પોલીસે કુલ 89.98 કરોડની નક્લી નોટો કબજે લીધી. આ મામલે પોલીસે હિતેશ કોટડીયા, દિનેશ પોશિયા, વિપુલ પટેલ, વિકાસ જૈન અને દીનાનાથ યાદવની ધરપકડ કરી છે. આ શખ્સો લોકોને છેતરતા હતા. પોતે ટ્રસ્ટ બનાવીને અલગ અલગ કંપનીમાં રોકડા આપી આ શખ્સો ચીટિંગ કરતા હતા. ટ્રસ્ટમાં ડોનેશન આપવાના નામે પણ આ શખ્સો ચિટિંગ કરતા હતા. જે તે વ્યક્તિ પાસે RTGS મારફત ટ્રાન્સફર લેતા હતા.


રેન્જ આઈ.જી દ્વારા કર્યો મોટો ખુલાસો
રેન્જ આઈ.જી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આજે એક મોટો ખુલાસો કરાયો છે. તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં હિતેશ કોટળીયા, દિનેશ પોશિયા અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. દિનેશ સુરતનો રહેવાસી, જયારે વિપુલ આણંદ ખાતે રહેતો હતો. વધુ નકલી નોટ જામનગરમાં હોવાની પોલીસને માહિતી હતી. 52.74 કરોડની નકલી નોટ જામનગરથી અને 11.44 કરોડની નોટ આણંદથી પકડવામાં આવી હતી. કુલ 89.98 કરોડની નકલી નોટો મળી આવી છે.


આરોપીઓ લોકો સાથે ચીટિંગ કરવા માટે આ નકલી નોટ વાપરતા હતાં. પોતે ટ્રસ્ટ બનાવીને અલગ અલગ કંપનીમાં રોકડા આપી આ લોકો ચીટિંગ કરે છે. ટ્રસ્ટમાં ડોનેશન આપવાના નામે પણ આ લોકો ચિટિંગ કરતા હતા. જે તે વ્યક્તિ પાસે RTGS મારફત ટ્રાન્સફર લેતા હતા. 


પોલીસે જણાવ્યું કે, મુંબઇના મલાડનો વિકાસ જૈન મુખ્ય સાગરીત છે. તેની સાથે દીનાનાથ યાદવની મુંબઈથી ધરપકડ કરાઈ છે. પોલીસે નકલી નોટો બાબતે SBIના અધિકૃત વ્યક્તિ પાસે રિપોર્ટ મેળવ્યો હતો. FSLની પણ મદદ આ બાબતે લેવાઈ હતી. મુંબઇથી આ નોટ ગુજરાત ટ્રાવેલ્સ મારફતે સુરત મોકલાઈ હતી. સુરતથી હિતેશ દ્વારા એમ્બ્યુલન્સ મારફતે પહેલા જામનગરના મોટા વડાલા ખાતે લઈ જવામાં આવી હતી. જેમાંથી ચાર બોક્સ આણંદ ખાતે મોકલવામાં આવ્યા હતા.


પોલીસે ઉમેર્યું હતું કે, અગાઉ રાજકોટના રવિ સાથે 2 કરોડ આપવાની વાત કરી 1.7 કરોડ ચીટિંગ કરીને લીધા હતા. 1.7 કરોડ રૂપિયા વિકાસ જૈનને આંગડિયા મારફતે મોકલવામાં આવ્યા હતા. વિકાસ જૈન દ્વારા સુરતમાં અને રાજકોટમાં ઓફિસ ખોલવામાં આવી હતી. રોકડા રૂપિયા બતાવીને ટ્રસ્ટ સંચાલકો સાથે છેતરપીંડી કરતા હતા. ટ્રસ્ટમાં રોકડા રૂપિયાનું દાન કરીને RTGS માંગતા હતા. હિતેશ અને દિનેશ છેલ્લા 6 મહિનાથી આ કામ કરે છે. મુંબઇમાં પકડાયેલ બંને આરોપીઓને સુરત લાવવામાં આવશે.