ઝી ન્યૂઝ/મહેસાણા: પાટણ શહેરમાં એક યુવાનના હત્યાના બનાવાને કુદરતી મોતમાં ખપાવવાની ઘટના પરથી રહસ્યનો પડદો ઉઠાવવામાં શહેર બી ડિવિજન પોલીસને સફળતા મળી છે. ઘટના એવી છે કે આજથી આશરે 20 દિવસ પહેલા શહેર સ્થિત જ્યોના વ્યસન મુક્તિ કેન્દ્ર ખાતે મહેસાણાનો યુવક હાર્દિક સુથાર દારૂ જેવા દુષણથી છુટકારો મેળવવા કેન્દ્રમાં સારવાર લઈ રહ્યો હતો. પરંતુ ઘટના એવી બની કે મૃતક યુવાનનું વ્યસન તો ન છૂટ્યું પરંતુ જીવન જ છૂટી ગયું. વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલક અને અન્ય ઈસમો મળીને કૃરતાથી માર મારી અને ઢીમ ઢાળી દીધું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનમાં કેમ રાતોરાત ગાયબ થઈ રહ્યા છે અબજોપતિઓ, ગાયબ થનારાઓની યાદીમાં નવું કોણ? 


પાટણ શહેરમાં છેલ્લા એક વર્ષથી શારદાર કોપ્લેક્સમાં જ્યોના નશા મુક્તિ કેન્દ્ર કાર્યરત હોઈ જેમાં મહેસાણા જિલ્લાના મોટી દાઉ ગામના યુવક હાર્દિક રમેશભાઈ સુથાર જે દારૂ અને ડ્રગ્સના વ્યસનમાં હોઈ જે વ્યસન છોડાવવા માટે તેના મામા દ્વારા પાટણ ખાતે આવેલ જ્યોના નશા મુક્તિ કેન્દ્રમાં છેલ્લા છ મહિનાથી સારવાર લઇ રહ્યા હતા. બાદમાં તેઓએ ઘરે જવા માટે જીદ કરતા અને ઘરે જવા ન મળતા છેવટે હાર્દિક બાથરૂમમાં જઈ તેના હાથની નશ ચપ્પુ મારીની કાપી નાંખી હતી. જે બનાવની જાણ નશા મુક્તિ કેન્દ્રના સંચાલક સંદીપ પટેલ રહે. કમલીવાડાને જાણ થતા જે ઉશકેરાઈ જઈ હાથમાં પ્લાસ્ટિકની પાઇપ લઇ હાર્દિકને ઢોર માર માર્યો હતો.


છી..છી..છી..બાળકોના ભોજનમાંથી નીકળ્યા કીડા, જોઈને ચઢી જશે ચિતરી


બાદમાં વ્યસન મુક્તિ કેન્દ્રમાં રહેલ બીજા પાંચથી સાત વ્યક્તિઓએ હાર્દિકના હાથ પગ દોરડા વડે બાંધીને તમામ વ્યક્તિઓ દ્વારા પ્લાસ્ટિકની પાઇપોથી અને ગડદા પાટુનો અને ગુપ્ત ભાગે ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ યુવકને અંદર એક રૂમમાં હાર્દિકને સુવાડી દીધેલ અને સતત બે કલાક સુધી હાર્દિક મારથી પીડાતો રહ્યો અને છેવટે અર્ધ બેભાન હાલતમાં થઇ જતા સંચાલક સંદીપ સહીત અન્ય સાગરીતો દ્વારા તેમની પ્રાઇવેટ ગાડીમાં હાર્દિકને લઇ તિરૂપતિ કોપ્લેક્સમાં આવેલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. 


કોરોના બાદ H3N2 વાયરસનો કહેર; બે દર્દીના મોત, જાણો એક્સપર્ટ્સ પાસેથી કોને છે ખતરો


જ્યાં ડોક્ટરે હાર્દિકને મૃત જાહેર કરેલ અને ત્યારબાદ સંચાલક સંદીપ પટેલે હાર્દિક પટેલના મામાને ફોન કરી જણાવેલ કે હાર્દિકનું બીપી લો થઇ ગયું છે, તેને સારવાર માટે લઇ જઈ છીએ તેવી વાત કરી હકીકત છુપાવેલ અને સવારે હાર્દિકના મોત અંગે તેના પરિવારને જાણ કરેલ અને ત્યારબાદ પરિવારને વિશ્વાસમાં લઇ હાર્દિકની લાશને પરિવાર સાથે સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ કરી નાખી હતી. 


ચીન પાસે છે 'અલાદ્દીનનો ચિરાગ'! અમેરિકા પાસે પણ નથી જાદુઈ શસ્ત્રનો કોઈ તોડ


આ ઘટના અંગે નશા મુક્તિ કેન્દ્રના એક બાતમીદાર દ્વારા સમગ્ર ઘટનાની હકીકત પાટણ બી ડીવીજન પોલીસને જાણ કરતા પોલીસે ગુપ્ત રહે તપાસ કરતા નશા મુક્તિ કેન્દ્રમાં લગાવેલ સીસીટીવી તપાસ કરતા મૃતક હાર્દિક પટેલને સંચાલક સંદીપ પટેલ સહીત પાંચથી સાત જેટલાં ઈસમો પાઇપ વડે બે રહેમીથી ઢોર માર મારતા જોવા મળ્યા હતા. જે અંગે મૃતક હાર્દિક પટેલના મામાએ નવ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી છ ઈસમોને ઝડપી પડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.


2046માં તબાહ થશે દુનિયા? પૃથ્વી સાથે ટકરાશે આ વિશાળ એસ્ટરોઈડ,નાસાએ આપી ખતરાની ચેતવણી


હાર્દિક પટેલ દ્વારા બાથરૂમમાં તેના હાથની નાશ કાપી દેતા તેના ગુસ્સામાં સંચાલક સંદીપ પટેલ તેમજ અન્ય તેમના સાગરીતો દ્વારા હાર્દિક પટેલને પ્લાસ્ટિકની સખત પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો અને સતત દોઢ કલાક સુધી બેરહેમીથી માર મરાયો હતો. જેનું મુખ્ય કારણ અન્ય જે વ્યસન મુક્ત થવા આવેલ વ્યક્તિઓ ઉપર રોફ જમાવવા માર મારવામાં આવ્યો હતો, સાથે પ્લાસ્ટિકની પાઇપ સળગાવી તેના ટીપા હાર્દિકના ગુપ્ત ભાગે પડી ડામ આપવામાં આવ્યા હતા. ત્યારે આવી ફુરતાભર્યા કૃત્યને ઈસમો દ્વારા કુદરતી મોતમાં ખપાવવા માટેના પ્રયત્નો પણ ઈસમો દ્વારા કરવામાં આવ્યા હતા.


ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી, જાણો કેમ તૂટ્યો 5 વર્ષનો સંબંધ


હાર્દિક પટેલને દારૂ તેમજ ડ્રગ્સ નું વ્યસન હોવાને લઇ નશા મુક્તિ કેન્દ્ર પાટણમાં સારવાર લઇ રહ્યો હતો. છેલ્લા છ મહિનાથી પરંતુ નશા મુક્તિ કેન્દ્રના સંચાલક સંદીપ પટેલ સહીતના ઈસમો હેવાન બની હાર્દિકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો, જે અંગે પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નાસા મુક્તિ કેન્દ્રના મુખ્ય સંચાલક સંદીપ પટેલ, જીતેન્દ્ર સાવલીયા, જયેશ ચૌધરી, કિરણ પટેલ, નીતિન ભૂતડીયા, મહેશ નાઈને ઝડપી પડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, જયારે અન્ય ગૌરવ રાંદેરી, જયનીશ તાડા, જયદિપ જેઓને પકડવાને બાકી હોઈ પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.