બનાસકાંઠાના પાલનપુરમાં સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી! ગેસ ગળતર થતાં 78 લોકોને અસર
માલણ દરવાજા નજીક ગેસ ગળતરની ઘટના બનતા સરકારી આવાસ યોજનાના મકાનમાં રહેતા 78 લોકોને તેની અસર થતાં 108 અને ખાનગી વાહની દ્વારા તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડીને ડોક્ટરોની ટીમો દ્વારા તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે.
Palanpur Gas Leaks: અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠાના પાલનપુરના માલણ દરવાજા નજીક ગેસ ગળતરની ઘટના બનતા સરકારી આવાસ યોજનાના મકાનમાં રહેતા 78 લોકોને તેની અસર થતાં 108 અને ખાનગી વાહની દ્વારા તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડીને ડોક્ટરોની ટીમો દ્વારા તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે.
ગુજરાતના આ 13 જિલ્લામાં હીટવેવની આગાહી: મૃત્યુઆંકમાં 30 ટકાનો વધારો, 5 દિવસમા 19 મોત
જોકે ઘટનાને લઈને બનાસકાંઠા એસપી સહિત પોલીસનો કાફલો સીવીઓ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. સારવાર લઈ રહેલા એક વ્યક્તિની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે તો તમામ લોકોની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. જોકે ગેસ કટરમાં રહેલો ગેસ લીકેજ થતાં આ ઘટના બની હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. જોકે ઘટના સ્થળે FSL, નગરપાલિકા અને પોલીસની ટીમે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં 2 મહિના માટે ભાડાના નિયમો બદલાયા, પોલીસે કહ્યું એક મહિનો જેલમાં પૂરી દઈશુ
પાલનપુરના માલણ દરવાજા પાસે સરકારી આવાસ યોજનામાં રહેતા 78 લોકોની આંખોમાં અચાનક બળતરા ,તેમજ ઊલટીઓ અમે શ્વાસ લેવામાં તકલીફ થતા તાત્કાલિક 6 જેટલી 108 એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો દ્વારા 21 બાળકો સહિત 78 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં દર્દીઓના સગાઓ સહિત લોકોના ટોળેટોળા પાલનપુર સીવીલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા.
'રેમલ' એક- બે નહીં 7 દિવસ કહેર મચાવશે! આ તારીખે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે તૂટી પડશે!
જોકે દર્દીઓના પરિવારજનોએ અચાનક કોઈ ગેસ લીકેજ થતાં આ ઘટના બની હોવાનું કહ્યું હતું જોકે અચાનક જ એક બાદ એક દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં લવાતા પાલનપુર સીવીલ હોસ્પિટલના ડોક્ટરોની વિવિધ ટિમોએ તાત્કાલિક દર્દીઓની સારવાર હાથ ધરી હતી..જોકે દર્દીઓના સગાઓએ તેમની આવાસની બાજુમાં આવેલ ભંગારના વાડા માંથી ઝેરી ગેસ લીકેજ થતા આ ઘટના બની હોવાનું કહ્યું હતું.
ભૂપેન્દ્ર 'દાદા'ની આ વાત સાંભળી કે નહીં! ગુજરાતના દરેક લોકોની છે ચિંતા, ટ્વીટ કર્યું
પાલનપુરના માલણ દરવાજા નજીક બનેલી ગેસ ગળતરની ઘટનાને લઈને શહેરીજનોમાં ભારે ચિંતા પ્રસરી હતી તો માલણ દરવાજા નજીક કોઈ ગેસનું ગોડાઉન કે કોઈ ગેસ લાઇન ન હોવાથી આ ગેસ ક્યાંથી લીકેજ થયો તેને લઈને પોલીસ સહિત નગરપાલિકાની ટીમ અને FSLની ટીમે તપાસ તેજ કરી હતી,જોકે ઘટનાની ગંભીરતાને લઈને બનાસકાંઠા કલેકટર અને એસપી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તમામ દર્દીઓની મુલાકાત કરી હતી.
ગાંધીનગરવાસીઓ માટે સૌથી મોટા ખુશખબર! 4 જૂન બાદ PM મોદી આપી શકે છે સૌથી મોટી ભેટ
જોકે ગેસ કટરની બોટલમાં વપરાતા એસીટિલિન ગેસનું ગળતર થતાં આ ઘટના બની હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. સરકારી વસાહત નજીક આવેલ કોઈ ભંગારના ડેલામાં પડેલ ગેસ કટરની બોટલ માંથી ગેસ લીકેજ થયો હોવાનું તેમજ આ ગેસનો કોઈ કલર ન હોવાથી ખબર નથી પડતી કે આ ગેસ કયો હતો. જોકે આ ગેસ એસીટિલિન ગેસ હોવાનું પ્રાથમિક અનુમાનના આધારે ઘટના સ્થળે FSL, નગરપાલિકા અને પોલીસની ટિમેં પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ગેસ ગળતરની ઘટનામાં 78 લોકોને તેની અસર થઈ છે..આ ગેસ કટરમાં વપરાતો એસિટિલિન ગેસ હોવાનું પ્રાથમિક અનુમાન છે.