જૂનાગઢઃ  ગુજરાત નકલી કારોબારીઓ માટેનો અસલી અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે..ક્યારેક નકલી અધિકારી...તો ક્યારેક નકલી જજ પકડાય....તો ક્યારેક તો આખી નકલી સરકારી કચેરીઓ અને ટોલનાકા ઊભા કરી દેવાય છે...ત્યારે જૂનાગઢમાં ટોલ બચાવવા મોટો ઝોલ કર્યાનો પર્દાફાશ થયો છે. ત્યારે આવો જોઈએ કેવી રીતે બોગસ બાયપાસથી સરકારી તીજોરીને ચોપડાય છે કરોડોનો ચૂનો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકાના કૌભાંડના આરોપીઓને હજુ નક્કર સજા થઈ નથી. ત્યાં જૂનાગઢમાં પણ ટોલ બચાવવા માટે મોટા ઝોલ કર્યાનો પર્દાફાશ થયો છે. આ ઘટના છે વંથલી નજીક આવેલ ગોદાઈ ટોલનાકાની. અહીંથી પસાર થવા માટે મોટા વાહનોએ ટોલ ટેક્સ ભરવો ફરજિયાત છે. પરંતુ આ ટોલથી બચવા વાહન ચાલકોએ નવી તરકીબ અપનાવી લાંબા સમયથી સરકારી તીજોરી અને નેશનલ હાઈવે ઓથોરિટીને ચોપડી રહ્યા છે કરોડોનો ચૂનો.


આ પણ વાંચોઃ રામ મંદિર આંદોલનથી મજબૂત બની BJP, જાણો કઈ રીતે ગુજરાત બન્યું ભગવા ગઢ?


મોરબી બાદ હવે જૂનાગઢમાં કેવી રીતે ટોલ ટેક્સ બચાવવા કૌભાંડ ચાલી રહ્યું છે તેના પર નજર કરીએ તો જેતપુરથી સોમનાથ જતા નેશનલ હાઈવે પર ગાદોઈ ટોલનાકું આવેલું છે. આ ટોલનાકા નજીક જ ગાદોઈ ગામે જવાનો રોડ છે. ટોલનાકા પર જવાના બદલે વાહન ચાલકો ગામનો રોડનો કરે છે ઉપયોગ. ગામના રોડ પરથી ટોલ ભર્યા વગર જ વાહન ચાલકો બારોબારથી પસાર થઈ જાય છે. દરરોજ 1 હજારથી 1500 વાહનો ડાયવર્ટ કરી ટોલ ભરતા નથી. ટોલબુથને દરરોજ 2થી અઢી લાખનું નુકસાન થવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જો કે ZEE 24 કલાકે ટોલમાં થઈ રહેલા આ ઝોલનો પર્દાફાશ કરતા મામલતદાર, પોલીસ, આર એન્ડ બીના અધિકારીઓ અને ગામના અગ્રણીઓ દોડી આવી સ્થળ પર તપાસ હાથ ધરી હતી.


ભવિષ્યને સુરક્ષીત કરવું હોય તો આ ભૂતકાળની ઘટનાઓ પરથી બોથપાઠ લેવો જરૂરી છે. જો આ નકલીના ખેલને અત્યારે રોકવામાં નહીં આવે તો એક સમય આવશે કે આખું ને આખું તંત્ર જ નકલી ઊભું કરી દેવાય તો નવાઈ નહીં જેથી આ નકલી ખેલાડીઓ પર કાયદાનો ગાળીઓ કસી દાખલારૂપ કાર્યવાહી કરવી ખુબ જ જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube