મુસ્તાદ દલ/જામનગર: પક્ષી જગત એક અલગ જ દુનિયા છે, માત્ર ભારત માંજ 1200 કરતા વધુ પ્રકારના નાના-મોટા અને રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે, જામનગર પક્ષીઓ માટે સ્વર્ગ કહેવામાં આવે છે અહીં દર વર્ષે પક્ષી જગત માટે કંઈક નવું જાણવા જોવા મળે છે, આ વર્ષે પણ બ્લેક ફ્રેંકોલીન એટલે કે કાળા તેતર અહીં જોવા મળ્યા જે અનોખી ઘટના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જામનગરના પક્ષી પ્રેમી અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર યશોધનભાઈ ભાટિયા, આશિષ પાણખાણીયા અને હિરેન ખમભાયતા સમાણા વિસ્તારમાં પક્ષી નિરીક્ષણ કરવા ગયા હતા તે દરમિયાન તેવો ને બ્લેક ફ્રેંકોલીન એટલેકે કાળો તેતર પક્ષીના અવાઝ સાંભળવા મળ્યા સામાન્ય રીતે આ પક્ષી ગુજરાત ના કચ્છ સિવાય કોઈ જગ્યા એ નોંધ થયું નથી એટલે આ કાળા તેતર નો અવાઝ સાંભળી આ પક્ષી વિદો ચોંકી ઉઠ્યા હતા.



જામનગરમાં કાળા તેતરનો અવાઝ ખટિયા વિડી વિસ્તારમાં સાંભળવા મળતા પક્ષીવિદો આ જ પક્ષી છે કે તે નહીં તે સાબિત કરવા કલાકો સુધી વિડી વિસ્તારમાં કેમેરા અને બાયનોક્યુલર લઈ ફરી વળ્યાં અને તેવોના આશ્ચર્ય વચ્ચે તેમને 6 થી વધુ કાળા તેતર જોવા મળ્યા હતા.વર્ષો પૂર્વે જામસાહેબ રણજીત સિંહજી દવારા આ જ વિસ્તારમાં કાળા તેતર ની 500 પેર બહારથી લાવી છોડવામાં આવી હતી પરંતુ  કોઈ કારણોસર પાંચ વર્ષમાં અહી આ પ્રજાતિ ફરી લૂપત થી ગઈ હતી પણ..., 



આજે વર્ષો બાદ જામનગરમાં સમગ્ર ગુજરાતમાં કચ્છ બાદ પ્રથમ વખત કાળો તેતર પક્ષી જોવા મળ્યું તેનો આનંદ તો આ ત્રણ પક્ષી પ્રેમીઓને હતો જ પણ એક બીજી અનોખી ઘટના એ હતી કે પચરંગી તેતર અને કાળો તેતર બંને એક જ જગ્યા એ જોવા મળ્યા જેનોં હજું સુધી કોઈ સાયન્ટિફિક રેકર્ડ નથી જે જામનગર માં બન્યો. જામનગરના ખટિયા વિડી માં કાળા તેતર જોવા મળતા જામનગર અને સમગ્ર ગુજરાતના પક્ષી પ્રેમીઓ માં એક રોમાંચ જોવા મળી રહ્યો છે. 



આ ઘટના અંગે અન્ય પક્ષી સંસ્થાઓ અને વેબસાઈડ માં પણ જાણ કરવામાં આવી છે, જામનગર ભુતકાડ માં એશિયન ડોવિચર પક્ષી હોય કે, મ્યુટ સ્વાન હોય, રેડ નોટ કે હમણાં તાજેતરમાં મળી આવેલ ગીધ પક્ષી હોય જામનગર પક્ષી જગત હમેશા કાઇ અજુગતું અને અનોખુ આપવા દેશ વિદેશમાં પ્રસિદ્ધ થતું આવ્યું છે.