અલ્કેશ રાવ/અમદાવાદ : દિયોદરના ચીભડા ગામે બોગસ તબીબનું  દવાખાનું સીલ કરાવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા ડિગ્રી વગરનો ડોકટર ઘણા સમયથી દવાખાનું ચલાવતો હતો અને એલોપેથીક પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઇ બોગસ ડોકટર દવાખાનું બંધ કરીને ફરાર થઇ ગયો હતો. જેના પગલે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા દવાખાનું સીલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની કડક કાર્યવાહીના પગલે આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઈને બોગસ ડોકટરોમાં ફફડાટ વ્યાપ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube