ગૌરવ દવે/રાજકોટ: શહેરના 150 ફૂટ રિંગરોડ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.  150 ફૂટ રિંગરોડ પર આવેલા GSPC ની દુકાનની બાજુમાં ફાયરનો બાટલો ફાટતા મોટી ખુવારી થઈ છે. શિવ ફાયરમાં ફાયર સેફટીનો બાટલો ફાટ્યો હોવાની માહિતી મળી છે. આ દુ:ખદ ઘટનામાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે એક મહિલા ઘાયલ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા GSPCની દુકાનની બાજુમાં ફાયરનો બાટલો ફાટ્યો હતો. શિવ ફાયરમાં ફાયર સેફટીનો બાટલો ફાટતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે બે મહિલા ઘાયલ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોને જોવે ટોળેટોળા ઉમટ્યા છે. લોકોએ રેસ્ક્યૂ કામગારી હાથ ઘરીને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 


બીજી બાજુ રાજકોટમાં ફાયર એક્સ ટીંગ્યૂશરની બોટલ ફાટતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેમાં આગ હોનારતમાં સુરક્ષા માટે વપરાતી બોટલ ફાટતાં સુરક્ષા સામે અનેક મોટા સવાલો ઉઠ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube