દોસ્ત દોસ્ત ના રહા! એક યુવતી સાથે ફ્રેન્ડશીપના ચક્કરમાં બે મિત્રો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, જાણવા જેવો કિસ્સો
નાન પુરા વિસ્તારમાં એક યુવતી સાથે ફ્રેન્ડશીપ કરવાના મામલે બે મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી એ હદે થઈ ગઈ હતી કે વાત મારા મારી સુધી પહોંચી ગઈ હતી અને બાદમાં અન્ય યુવાને તેના મિત્ર પર ચપ્પુના 15 જેટલા ઘા ઝીકી ત્યાંથી પસાર થઈ ગયો હતો.
ચેતન પટેલ/સુરત: સુરતમાં જાણે આરોપીઓને ખાખી વર્દીનો ખોફ ન હોય તે રીતે જાહેરમાં હત્યા કરતા અચકાતા નથી. ત્યારે નાન પુરા વિસ્તારમાં એક યુવતી સાથે ફ્રેન્ડશીપ કરવાના મામલે બે મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી એ હદે થઈ ગઈ હતી કે વાત મારા મારી સુધી પહોંચી ગઈ હતી અને બાદમાં અન્ય યુવાને તેના મિત્ર પર ચપ્પુના 15 જેટલા ઘા ઝીકી ત્યાંથી પસાર થઈ ગયો હતો. આ બનાવ બાદ યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત નીપજતા પોલીસ દોડતી થઈ હતી.
ગુજરાતમાં શિક્ષકો માટે સૌથી મોટા ખબર : ધોરણ-6થી 8માં BEd કરનાર નહીં બની શકે શિક્ષક
સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતો પાર્થ રમેશભાઈ આહીર નામનો 24 વર્ષીય યુવાન ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ગતરોજ મોડી રાતે તે નાનપુરામાં આવેલા ચેમ્બર્સ નામના બિલ્ડીંગમાં પોતાના મિત્રના ભાઈના જન્મદિન પર ત્યાં ગયો હતો. દરમિયાન બિલ્ડીંગની નીચે તેને અઝરુદ્દીન શેખ નામનો મિત્ર મળ્યો હતો. બંને વચ્ચે કોઈક વાતને લઈને ઝઘડો થયો હતો શરૂઆતમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જો કે જોતામાં બંને વચ્ચે વાત મારા મારી સુધી પહોંચી ગઈ હતી. દરમિયાન પોતાની પાસે રહેલા તીખ્ના હથિયાર વડે પાથ ઉપર હુમલો કર્યો હતો અંદાજિત 15 જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા પાર્થ પર કર્યા હતા.
સરહદથી આવી રહ્યું છે મોટુ સંકટ : બનાસકાંઠામાં હવે તીડ આવશે તો અમે બરબાદ થઈ જઈશું
બાદમાં અઝરૂદ્દીન ત્યાંથી ભાગી છુટ્યો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે લોહી લુહાણ હાલતમાં પાર્થને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન પાર્થ નું કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતા જ અથવા પોલીસ મથકના પીઆઇ તેમજ ઉપરી અધિકારીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
ગુજરાતમાં જે કરવું હોય તે કરો તેવી સ્થિતિ, કારણ કે અસામાજિક તત્વોમાં પોલીસનો ખૌફ નથી
પોલીસે આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે હત્યારા સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી એ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા એવા અઝરૂદીનની અટકાયત કરવામાં આવ્યો હતો પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે અઝરુદ્દીનની વર્ષોથી નાનપુરામાં જ રહેતી એક યુવતી સાથે મિત્રતા હતી. જોકે આ વચ્ચે તેના મિત્ર પાર્થ એ આ યુવતી સાથે મિત્રતા માટે વારંવાર ફોર્સ કરતો હતો.
આદમખોર દીપડાએ ગીર-સોમનાથમાં બેના ભોગ લીધા, છેલ્લાં 6 મહિનામાં 6 ના મોત
વાતની જાણ યુવતીએ તેના મિત્ર અઝરુદ્દીનને કરી હતી. જેથી અઝરુદ્દીન ગુસ્સામાં આવી ગયો હતો. મંગળવારે રાત્રિના સમયે યુવતીએ તેના ભાઈની જન્મદિવસ હોય ,અઝરુદ્દીન ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બીજી તરફ યુવતીની માતાએ પાર્થને પણ જન્મદિનનીમિતે આમંત્રણ આપ્યું હતું. બન્ને મિત્રો યુવતીના ઘર નીચે ભેગા થઈ ગયા હતા અને યુવતી સાથે જબરજસ્તી મિત્રતા કરવાને લઈ બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.
ચૂંટણી જાહેર થઈ નથી, તો BJP શા માટે કરી રહ્યું છે ચૂંટણી સમિતીની બેઠક, PM હાજર રહેશે
ગુસ્સામાં આવી જઈ અઝરુદ્દીને પોતાના જ મિત્રની કરપીણ હત્યા કરી નાખી હતી. હાલ તો આ સમગ્ર બનાવને લઈ અઠવા પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.