અલ્કેશ રાવ/ બનાસકાંઠા: દાંતીવાળાના રાવળાવાસમાં 7 વર્ષીય બાળકીના પેટમાંથી ઓપરેશન દરમિયાન બંદૂકની ગોળી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે આ મામલે દાંતીવાળા BSF કેમ્પ નજીક આવેલા ફાયરિંગ રેન્જમાંથી ગોળી આવીને બાળકીને વાગી હોવાનો બાળકીના પિતાએ આક્ષેપ કર્યો છે. જો કે, બાળકીના પિતાએ દાંતીવાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજ્યભરના MBBS ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં, આજથી હડતાળ પર


પ્રાપ્ત માહિતી અનુસાર, દાંતીવાળાના રાવળાવાસમાં 4 ડિસેમ્બરના રોજ 7 વર્ષીય સૂર્યાબા વાઘેલા નામની બાળકીને પેટમાં દુખાવો થતો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ડોક્ટરો દ્વારા બાળકીની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ બાદ ડોક્ટરોએ તેનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું. બાળકીના ઓપરેશન દરમિયાન તેના પેટમાંથી બંદૂકની ગોળી મળી આવી હતી. 


આ પણ વાંચો:- સુરત જીલ્લામાં કમોસમી વરસાદથી પોંકની ખેતીને માઠી અસર, ખેડૂતોને ભારે નુકશાની વેઠવાની નોબત


7 વર્ષીય સૂર્યાબા વાઘેલાના પેટમાંથી બંદૂકની ગોળી મળી આવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે આ મામલે સૂર્યાબા વાઘેલાના પિતાએ દાંતીવાડા BSF કેમ્પ નજીક આવેલા ફાયરિંગ રેન્જમાંથી ગોળી આવીને બાળકીને વાગી હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે, ફાયરિંગ રેન્જમાં BSF, SRP અને પોલીસ દ્વારા અવારનવાર ફાયરિંગ કરાતું હોય છે. ત્યારે આ અંગે બાળકીના પિતાએ દાંતીવાડા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. દાંતીવાડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube