ગાંધીનગરઃ બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) ની અધ્યક્ષતામાં સવારે 10.30 કલાકે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ, વેક્સિનેશન કાર્યક્રમ સહિત અનેક મહત્વના મુદ્દે ચર્ચા થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુદ્દે કેબિનેટમાં થઈ શકે છે ચર્ચા
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં ઘટી રહેલા કોરોના કેસ અંગે ચર્ચા થઈ શકે છે. આ સાથે 21 જૂનથી શરૂ થયેલા કોરોના વેક્સિનેશન અભિયાનને વધુ ગતિ આપવા બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યમાં કોરોનાને કારણે લાગૂ કરાયેલા પ્રતિબંધોની અવધી 26 જૂને પૂર્ણ થઈ શકે છે. રાજ્યના લોકોને વધુ છૂટછાટ આપવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવી શકે છે. 


આ પણ વાંચોઃ GUJARAT CORONA UPDATE: નવા 135 કેસ, 612 ના મોત, 03 દર્દીના મોત નિપજ્યાં


એક તરફ રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં મોટો ઘટાડો થયો છે. પરંતુ કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવવાની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી રાજ્ય સરકાર સાવચેતી પૂર્વક લોકોને છૂટછાટ આપી શકે છે. 


ચોમાસા પર થશે ચર્ચા
કેબિનેટની બેઠકમાં રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, જેના સંદર્ભે ચર્ચા કરવામાં આવી શકે છે. કૃષિ વાવેતર વિસ્તારની શરૂઆત અને વાવેતર વધારવા અંગે ચર્ચા કરવામાં આવી શકે છે. 


સ્પર્ધાત્મકને લઈને લેવાય શકે છે નિર્ણય
રાજ્યમાં કોરોના સંકટને કારણે અનેક ભરતી પરીક્ષાઓ પર પણ મોટી અસર પડી છે. એપ્રિલ-મે મહિનામાં યોજાનારી અનેક ભરતી પ્રક્રિયા રદ્દ કરવામાં આવી હતી. તો આગામી સમયમાં ભરતી પ્રક્રિયાને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube