અમદાવાદઃ વટવા વિસ્તારમાંથી કોલ સેન્ટર ઝડપાયું, પોલીસ 6 ઓરોપીની કરી ધરપકડ
મહત્વનું છે કે, વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાના ઉદ્દેશથી શહેરમાં આવા અનેક કોલસેન્ટર ચાલી રહ્યાં છે.
જાવેદ સૈયદ/અમદાવાદઃ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ઈન્ટરનેશનલ કોલ સેન્ટરોને બંધ કરાવવા પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે પોલીસથી બચવા માટે આવા ગઠીયાઓ નવા નવા રસ્તાઓ શોધી લે છે. ત્યારે આ ગઠીયાઓ દ્વારા શહેરમાં નાના-નાના કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આવું જ એક કોલ સેન્ટર વટવા વિસ્તારમાંથી ઝડપાયું છે.
પોલીસને માહિતી મળતા અહીં રેડ પાડી હતી. આ દરમિયાન પોલીસે છ યુવકોની ધરપકડ કરી છે. તે અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચ આપી જુદી-જુદી વેરિફિકેશન ફી, લોન એગ્રીમેન્ટ ફી જેવી અનેક લાલચો આપીને રૂપિયા પડવતા હતા. પોલીસે છ લેપટોપ, છ મોબાઇલ, છ રાઉન્ટ અને 6 મેજીક જેક જપ્ત કર્યા છે.
વટવા પોલીસને બાતમી મળી હતી કે વટવા વિસ્તારમાં આવેલ કુતુબનગરમાં વિદેશી નાગિરકો સાથે ઠગાઇ કરવાનું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું છે. બાતમીના આધારે વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ડી સ્ટાફની ટીમ મોડી રાતે ઘટનાસ્થળે પહોંચીને દરોડા પડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે ૬ યુવકોની ધરપકડ કરી હતી. પોલીસે તમામ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.