અમદાવાદના જૂહાપૂરામાં ભારે વરસાદને કારણે પડેલા ભૂવામાં કાર ખાબકી
અમદાવાદ. અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો. શહેરના અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. શહેરમાં શુક્રવારે બપોર સુધીમાં સરેરાશ 5 ઈંચ જેટલો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદની સાથે જ શહેરમાં ભૂવા પડવાનું પણ શરૂ થઈ ગયું હતું.
[[{"fid":"179518","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
અમદાવાદના જૂહાપુરામાં અલબૂર્જ એપાર્ટમેન્ટ, હૈદરી પાર્કની પાસે રિલાયન્સ પેટ્રોલ પંપની નજીક રોડ પર જઈ રહેલી કાર અચાનક જ ભૂવો પડી જતાં સીધી ખાડામાં ખાબકી હતી. જોકે, સદનસીબે કારચાલકનો બચાવ થયો હતો. તેને કોઈ ખાસ ઈજા પહોંચી ન હતા. અહીં હાજર લોકોએ દોડી જઈને કાર ચાલકને ભૂવામાં પડેલી કારમાંથી બહાર આવવામાં મદદ કરી હતી.