રઘુવીર મકવાણા/બોટાદ: બોટાદના ઝમરાળા ગામે પત્નીના ત્રાસથી પતિએ આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. પત્નીના માનસિક ત્રાસથી પતિએ મજબૂર બની ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે, ત્યારે આત્મહત્યા પહેલા પુરુષ દ્વારા પોતાના મોત માટે જવાબદાર તેની પત્ની રહેશે તેવો વીડિયો પણ વાયરલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાંબા ગાળાની આગાહી! શું ગુજરાતમાં આગામી 3 મહિના કમોસમી વરસાદ પડશે? જાણો શું છે આગાહી


બોટાદના ઝમરાળા ગામે મજૂરી કામ કરતા સુરેશભાઈ સાથળિયા ને પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હોય તેમની પત્ની જયાબેન વારંવાર સાસરે ચાલ્યા જતા હતા. થોડા દિવસો પહેલા પણ આવી ઘટના બનવા પામી હતી અને ઝઘડો કરી જયાબેન તેમના પિયર નવાગામ ચાલ્યા ગયા હતા. ત્યારે સુરેશભાઈ સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓને સાસરે પાછું આવવું નથી તેવું કહી તેના પતિ અને ચાર બાળકોને તરછોડી દીધા હોવાના કારણે સુરેશભાઈને માનસિક આઘાત લાગતા તેઓએ વિડિયો વાયરલ કરી તેઓ આત્મહત્યા કરી રહ્યા છે. તેમ જ તેમના મોત માટે તેમની પત્ની જવાબદાર છે તેમજ તેના પર કાર્યવાહી કરવામાં આવે તેવું કહી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. 


'માત્ર કેટલાક લોકોના ઇશારે આ જિલ્લાનુ આ પ્રમાણે વિભાજન', જાણો કોણે લગાવ્યા મોટા આરોપ


મૃતકના માતા-પિતાના કહેવા મુજબ જયાબેન તેના પતિ સુરેશભાઈ સાથે વારંવાર ઝઘડો કરતા હતા અને ન કહેવાના શબ્દો કહી અપમાનિત કરતા હતા. ત્યારે બે દીકરા અને બે દીકરીઓ સહીત ચાર સંતાનોને તરછોડી વારંવાર ચાલ્યા જતા હોય, સુરેશભાઈ સાથે મારપીટ કરવા અને ઝઘડા કરવાની ઘટનાથી કંટાળી જઈ પતિ આત્મહત્યા કરી લીધી છે. મૃતકે પણ વીડિયોમાં મને છેતરીઓ છે જેથી જિંદગીભર સબક દેજો તેઓ વીડિયોમાં ઉલ્લેખ પણ કર્યો છે. ત્યારે સમગ્ર ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. 


ગુજરાતના ખેડૂતો માટે ખૂલ્યા સ્વરોજગારના નવા દ્વાર; શ્વેત ક્રાંતિ બાદ હવે મધ ક્રાંતિ