આ કિસ્સો સાંભળીને રૂવાડા ઉભા થશે! નાનીએ 6 વર્ષના બાળકને ચીપિયો ગરમ કરીને આપ્યાં ડામ
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા વૃદ્ધ એ તેના પુત્ર સહિત ચાર લોકો વિરુદ્ધમાં દોઢ મહિના પહેલા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં બાળકના દાદાએ ફરિયાદ દાખલ કરાવી હતી. જે મામલે પોલીસે સાવકી માતા અને નાનીની ધરપકડ કરી છે.
ઉદય રંજન/અમદાવાદ: શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં પરિવારને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માતા સાથે છૂટાછેડા લીધા બાદ પિતાએ બીજા લગ્ન કર્યા. જો કે સાવકી માતા અને સાવકી નાની વારંવાર બાળકને માર મારતા. એટલું જ નહિ બાળકના નાનીએ તો ચીપિયો ગરમ કરીને તેને શરીરે બે ડામ પણ આપ્યા હતા. સમગ્ર મામલે પોલીસે સાવકી માતા અને સાવકી નાનીની ધરપકડ કરી છે.
તિરૂપતિ મંદિર બાદ હવે ડાકોર? મંદિરના પૂજારીએ જ વીડિયો અપલોડ કરી બળતામાં ઘી હોમ્યું!
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા વૃદ્ધ એ તેના પુત્ર સહિત ચાર લોકો વિરુદ્ધમાં દોઢ મહિના પહેલા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં બાળકના દાદાએ ફરિયાદ દાખલ કરાવી હતી. જે મામલે પોલીસે સાવકી માતા અને નાનીની ધરપકડ કરી છે. હાઈકોર્ટમાંથી પિતા નિકુંજ પટેલ અને નાના મનસુખ પટેલ આગોતરા જામીન મેળવ્યા હતા અને સાવકી માતા આશ્લેશા પટેલ અને નાની કુંદન પટેલ ને સુપ્રીમ કોર્ટે પણ આગોતરા જામીનના આપતા આખરે પોલીસે તેમની ધરપકડ કરી છે.
લો બોલો! એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ મામલે ખુદ એસ્ટેટ કમિટી ચેરમેન જ અજાણ, શાસકો-તંત્ર...
સમગ્ર ઘટનાની વાત કરીયે તો ફરિયાદીના મોટા દીકરા નિકુંજ પટેલએ લગ્ન બાદ તેની પત્ની સાથે મનમેળ ન આવતા છૂટાછેડા લીધા હતા. જો કે તેના દીકરાના ભરણપોષણ અને ઉછેરની જવાબદારી ફરિયાદીના પુત્ર નિકુંજ પટેલ એ લીધી હતી. થોડા સમય બાદ તેણે બીજા લગ્ન કરતા ઘરજામાઇ તરીકે તેના દીકરા, પત્ની અને સાસુ સસરા સાથે રહેતો હતો.
ગુજરાતમા OBC અનામત મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે PM મોદીને પત્ર લખીને કર્યો મોટો ધડાકો
શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે પહેલા ફરિયાદ દ્વારા અરજી કરવામાં આવી હતી જે બાદ ઘટના બોડકદેવ વિસ્તારમાં બનતા ગુન્હો દાખલ થયો હતો ..દાદા અશોક પટેલ ને દોઢ મહિના પહેલા સાવકી માતા આશ્લેશા અને તેની નાની દીકરા ને મુકવા આવ્યા હતા અને દાદા પાસે જ રહે જે તેમ કહી ચાલ્યા ગયા હતા ..બાળક ના દાદા એ શરીર પર ડામ ના નિશાન જોતા સાવકી માતા અને પિતાની કરતૂત સામે આવી હતી.
સુરતની કંપનીને બલ્લે-બલ્લે! ગુજરાતની ડ્રોન કંપનીને ઇઝરાયેલે આપ્યો મોટો ઓર્ડર, ઘાતક..
પોલીસ ફરિયાદ થતા જ સાવકી માતા આશ્લેશા પટેલ અને નાની કુંદન પટેલ ફરાર થઇ ગયા હતા અને આગોતરા જામીન માટે ફરી રહ્યા હતા પરંતુ બાળકને ડામ આપનાર માતા નાની ને કોર્ટે જામીન ન આપતા આખરે પોલીસે તેમને ઝડપી પાડ્યા છે. માતા પુત્ર સહીત ના પરિવારના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. સાવકી માતાએ માતાને લાંછન લાગે તેવું હરકત કરી બાળકને ડામ આપ્યા અને હવે જેલ જવાનો વારો આવ્યો છે.