ઝી બ્યુરો/સુરત: ઈમાનદાર પાર્ટી હોવાના બણગાં ફૂંકતી અને બધી જ પાર્ટીઓ ચોર છે તેવા આક્ષેપો કરીને સત્તામાં આવેલી આમ આદમી પાર્ટીની હાલ માઠી દશા બેઠી છે. પાર્ટીના મુખિયા જેલની હવા ખાઈ રહ્યા છે. તો જે રાજ્યમાં સત્તા માટે હવાતિયા મારે છે ત્યાં જ પાર્ટીના એક કોર્પોરેટર પર લાંચનો ડાઘ લાગ્યો છે. જે સુરતથી ગુજરાતમાં આપનો સૂર્યોદય થયો હતો ત્યાં જ ગ્રહણ લાગ્યું છે. ત્યારે શું છે લાંચની આ સમગ્ર ઘટના? કોણ છે તોડબાજ આપનો કોર્પોરેટર?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં આમ આદમી પાર્ટીને લાંચિયા કોર્પોરેટર સામે ACBએ ગુનો દાખલ કર્યો છે. કોર્પોરેટર વિપુલ સુહાગિયા અને જીતેન્દ્ર કાછડિયા સામે 10 લાખની લાંચ લેવાનો ગુનો દાખલ થયો છે. વાત એમ છે કે પે એન્ડ પાર્કની જગ્યામાં એક કોન્ટ્રાક્ટરે દબાણ કર્યું હતું, જેની જાણ આપના કોર્પોરેટરને થતાં કોન્ટ્રાક્ટર રદ કરવાની ધમકી આપી કોન્ટ્રાક્ટર પાસે 10 લાખની માંગણી કરી હતી. 


જો કે જે-તે સમયે લાંચ માગતા બંનેના ઓડિયો FSLમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને અંતે ઓડિયો તેમનો જ હોવાનું પુરવાર થયું. જેથી ACB એ ગુનો દાખલ કર્યો છે. કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ થઈ છે જ્યારે જિતેન્દ્ર કાછડિયાને પોલીસ શોધી રહી છે. આ કોર્પોરેટરના લાંચ કેસ મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીએ AAP પર પ્રહાર કર્યા અને કહ્યું; આમ આદમી પાર્ટી હવે તોડ પાર્ટી બની ગઈ છે.


  • ઈમાનદાર હોવાનો દાવો કરતી પાર્ટી જ બેઈમાન!

  • બીજાને ભ્રષ્ટાચારી કહેતી પાર્ટી જ હવે ભ્રષ્ટાચારી!

  • ઈમાનદાર પાર્ટીના દાવાઓની બેઠી માઠી દશા

  • સ્થાપક જ ભ્રષ્ટાચારમાં ખાઈ રહ્યા છે જેલની હવા

  • જ્યાં થયો હતો સૂર્યોદય હવે ત્યાં જ લાગ્યું ગ્રહણ

  • સુરતમાં AAPનો કોર્પોરેટર તોડ કાંડમાં ઝડપાયો 


ACB એટલે એન્ટી કરપ્શન બ્યુરોની ગિરફ્તમાં રહેલા આ વ્યક્તિને જુઓ. નામ છે વિપુલ સુહાગિયા. પોતે સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટાયા છે...પણ જેને પ્રજાએ પોતાના પ્રતિનિધિ માન્યા તેઓ પ્રજા માટે નહીં પણ પોતાના ખિસ્સા ભરવાનું કામ કરી રહ્યા છે. આ તોડબાજ કોર્પોરેટરને ACBએ 10 લાખની લાંચ લેવાના આરોપ હેઠળ જેલમાં ફીટ કર્યો છે. એક કોન્ટ્રાક્ટરને ધમકી આપીને 10 લાખની માગણી કરી. જો પૈસા નહીં આપે તો કોન્ટ્રાક્ટ રદ કરાવવાની પણ ધમકી આપી.


જે સુરતમાંથી આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો હતો. જે સુરતીઓએ ખોબલે ખોબલે મત આપીને ભાજપની સત્તા સામે લડવા માટે વિપક્ષમાં બેસાડ્યા હતા.ત્યાં જ આપના આ તોડબાજ કોર્પોરેટરે 10 લાખની લાંચ માંગીને પાર્ટીની વિશ્વનિયતા પર સવાલો ઉભા કરી દીધા છે. આપનો કોર્પોરેટર વિપુલ સુહાગિયા તો પોલીસની પકડમાં આવી ગયો છે. પરંતુ તેની સાથે બીજો આવો જ એક તોડબાજ કોર્પોરેટર જિતુ કાછડિયા પણ છે. તેની સામે પણ ગુનો દાખલ થયો પરંતુ હજુ સુધી તે ઝડપાયો નથી. હાલ તે ફરાર છે.


  • AAPના તોડબાજ કોર્પોરેટર

  • આપનો કોર્પોરેટર વિપુલ સુહાગિયા પોલીસની પકડમાં આવી ગયો

  • બીજો તોડબાજ કોર્પોરેટર જિતુ કાછડિયા હાલ ફરાર


સુરતના આ તોડબાજ કોર્પોરેટરે પે એન્ડ પાર્કની જગ્યામાં કોન્ટ્રાક્ટ મામલે 10 લાખની માગણી કરી હતી. જેની એક ઓડિયો ક્લીપ પણ તમે સાંભળી. આ ક્લીપને FSLમાં તપાસ માટે મોકલવામાં આવી હતી. FSL રિપોર્ટમાં અવાજ તોડબાજ વિપુલ સુહાગિયાનો જ હોવાનું સામે આવતાં ACBએ તેને ઝડપી જેલમાં મોકલ્યો છે. તો આ મામલે વરાછાથી ભાજપના ધારાસભ્યએ આપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, આપનાં કોર્પોરેટર શાકભાજીની લારીઓ પરથી 50-50 રૂપિયાનો તોડ કરે છે. આપ તોડ પાર્ટી છે. જેના આકા કેજરીવાલ જેલમાં ગયા છે. એનાં કોર્પોરેટર પણ જેલમાં જઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી હવે તોડ પાર્ટી બની ગઈ છે.


  • ભ્રષ્ટાચાર અને AAPના નેતાઓ

  • ખુદ પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલ તિહાડ જેલમાં બંધ

  • કેજરીવાલ સામે લિકર પોલીસી કેસમાં ગુનો નોંધાયેલો છે

  • મનીષ સિસોદિયા 17 મહિના જેલમાં વિતાવીને જામીન પર બહાર આવ્યા 

  • સિસોદિયા સામે કૌભાંડ અને ભ્રષ્ટાચારનો આક્ષેપ 

  • દિલ્લીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં છે

  • MLA અમાનતુલ્લાહ ખાન સહિત અનેક નેતાઓ સામે ભ્રષ્ટાચારના કેસ 


અન્ના આંદોલનમાંથી ઉદ્ભવેલી આમ આદમી પાર્ટી પોતે ઈમાનદાર અને બીજી વધી જ પાર્ટીઓ ચોર અને ભ્રષ્ટાચારી છે તેવા આક્ષેપો લગાવીને દિલ્લીની સત્તામાં આવી હતી. પરંતુ ત્યારપછી આ જ પાર્ટીમાં એક પછી એક ભ્રષ્ટાચારના કેસ સામે આવતાં રહ્યા. ખુદ પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલ તિહાડ જેલમાં બંધ છે. કેજરીવાલ સામે લિકર પોલીસી કેસમાં ગુનો નોંધાયેલો છે. તો દિલ્લીના નાયબ મુખ્યમંત્રી રહેલા મનીષ સિસોદિયા પણ 17 મહિના જેલમાં વિતાવીને હમણાં જ જામીન પર બહાર આવ્યા છે. તેમની સામે પણ કૌભાંડ અને ભ્રષ્ટાચારનો આક્ષેપ છે. આ સિવાય સત્યેન્દ્ર જૈન પણ જેલમાં છે. આ સિવાય ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન સહિત આપના અનેક નેતાઓ સામે ભ્રષ્ટાચારના કેસ નોંધાયેલા છે.


  • 'ઈમાનદાર' પાર્ટી સૌથી મોટી બેઈમાન?

  • સુરતમાં AAPનો લાંચિયો કોર્પોરેટર ઝડપાયો 

  • 10 લાખની લાંચ માંગવા પર પુરાયો જેલમાં

  • તોડબાજ વિપુલ સુહાગિયા ઝડપાયો 

  • તોડબાજ જિતુ કાછડિયા થઈ ગયો ફરાર

  • ભ્રષ્ટાચારમાં AAPની બેઠી માઠી દશા!


ઈમાનદાર હોવાના દાવા કરતી આમ આદમી પાર્ટીના એક પછી એક ખુલી રહેલા કૌભાંડથી તેનો ઈમાનદારીનો ટેગ માત્ર ઢોંગ હોય તેવું સાબિત થઈ રહ્યું છે. સૌથી મોટી બેઈમાન પાર્ટી જ આમ આદમી પાર્ટી હોય તેવું હાલ તો સાબિત થઈ રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે આગળ શું થાય છે.