ઝી બ્યુરો/તાપી: તાપી જિલ્લામાં ભયંકર લેપ્ટોસ્પાઈરોસિસ નામના રોગનો એક કેસ નોંધાયો છે. ખેતરના કાદવ અને ખાસ કરીને ઉંદર, ભેંસ જેવા ચાર પગવાળા પશુઓના પેશાબ અને મળ ભળવાથી આ જંતુ પેદા થાય છે. માનવ શરીરમાં જ્યાં ઈજાઓ થઈ હોઈ ત્યાંથી આ જંતુ શરીરમાં પ્રવેશ કરે છે. એક દાયકા પહેલાં લેપ્ટોસ્પાઈરોસિસ રોગથી એક-બે ખેડૂતોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે ફરી આ રોગનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જિલ્લા સેવાસદન ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોને નો ટેન્શન! 207 જળાશયમાં 70.87 ટકા જળસંગ્રહ, કયા ઝોનમાં સિઝનનો કેટલો વરસાદ?


દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં માથું ઉચક્તો ભયંકર લેપ્ટો સ્પાઈરોસિસ નામના રોગનો એક કેસ તાપી જિલ્લામાંથી મળી આવતા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. ખેતી પર નિર્ભર એવા તાપી જિલ્લામાં લોકો ચોમાસા દરમ્યાન ખેતરમા કાદવમાં વધારે કામ કરવાનું આવતું હોવાથી હાથ અને પગમાં ઈજાવો થાઈ છે. ખેતરના કાદવ ખાસ કરીને ઉંદર ભેંસ જેવા ચાર પગ વાળા પશુઓના પેશાબ અને મળ કાદવ ભળવાથી આ જંતુ પેદા થાય છે. માનવ શરીરમાં જીયા ઈજાવો થઈ હોઈ ત્યાંથી આ જંતુ શરીરમાં પ્રવેશ કરે છે.


નરેશ પટેલની કંપનીને કરોડોનું નુકસાન, કંપનીના બે પૂર્વ કર્મચારીઓએ કર્યો મોટો કાંડ


એક દાઇકા પહેલા લેપ્ટોસ્પઇરોસિસ રોગના ખપ્પરમા શેકદો નિર્દોષ ખેડૂતોના જીવ ગયા હતા અને કેટલાય પરિવારોએ ઘરના મોભી ગુમાવ્યા હતા. તાપી જિલ્લા આરોગ્ય વિભાગ સાબદુ બની કામગીરીમાં જોતરાઈ ગયું છે. જેમાં જિલ્લા સેવાસદન ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરી સર્વે કરી કામગીરી હાથ ધરાઇ છે. હાલ તાપી જિલ્લામાં લેપ્ટોનો એક કેસ મળી આવ્યો છે. જેને લઇ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. 


હથેળી જોઇને ખબર પડી જાય છે આ વ્યક્તિ કરોડપતિ બનશે કે નહી,આ રેખાવાળા હોય છે ભાગ્યશાળી