હાર્દિક દીક્ષિત/વડોદરા: ગુજરાતી ટીવી સીરિયલના જાણીતા અભિનેતા સોહન માસ્ટર વિરૂદ્ધ ખુદ તેની જ પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવતા હાલ આ સેલિબ્રિટી મીડિયાના કેમેરાથી મોઢું છુપાવવા મજબૂર બની છે અને પોતાના બચાવ માટે ધમપછાડા કરી રહી છે. તો બીજી તરફ સોહન માસ્ટરની પત્નીએ પોલીસ પણ આ સેલિબ્રિટીના પાવર સામે ઘૂંટણિયે પડી હોવાના આરોપ લગાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સામાન્ય રીતે ટીવીમાં આવતા કલાકારો પાસેથી લોકો સારી પ્રેરણા લેતા હોય છે, ત્યારે ગુજરાતી સિરિયલના એક કલાકારના કારનામાને કારણે હાલ લોકો તેની સામે ફિટકાર વરસાવી રહ્યા છે. ગુજરાતની જાણીતી ટીવી સીરિયલમાં કામ કરતા સોહન માસ્ટર પોતાના કારનામાના કારણે હાલ ચર્ચામાં છે. સોહમ તેમજ તેના પરિવારના સભ્યો સામે ખુદ તેની જ પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. 



સોહન માસ્ટરની પત્નીએ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમે એક જ સમાજના હોવાથી વર્ષ 2019માં લગ્નગ્રંથિથી જોડાયા હતા. 901, રીવેરા ટાવર 2 સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રહેતા સોહન ટીવી સીરિયલમાં કામ કરતો હોવાથી તેના કહ્યા મુજબ કોઈને ખબર ન પડે એ રીતે લગ્નનું આયોજન કરાયું હતું. સોહમ એ અગાઉ લગ્ન કર્યું હોવાની વાત છુપાવી છેતરપિંડી કરીને સુરત ખાતેના એક મંદિરમાં લગ્ન કર્યા હતા. તો સાથે જ લગ્નના ફોટા જાહેર કરશો તો મારી ટીવી સિરિયલમાં અસર પડશેનો ડોળ કર્યો હતો. સોહન માસ્ટર લગ્નના ફોટા જાહેર ન કરવા આજીજી પણ કરી હતી. જેના કારણે અમે લગ્ન અંગે સમાજમાં કોઈને પણ જાણ નહોતી કરી.



સોહન માસ્ટર લગ્ન સમયે જણાવ્યું હતું કે. જો લગ્નના ફોટા જાહેર થશે તો મને ચેનલ વાળા સિરિયલમાંથી કાઢી મૂકશે. લગ્નના થોડા દિવસો બાદ જ સોહને પોતાનો રંગ બતાવ્યો હતો. લગ્નના બીજા જ દિવસે શૂટિંગનું બહાનું કરી મને પિયરમાં છોડી દીધી હતી. સિરિયલના શૂટિંગના બહાને તેઓ મહિનાઓ સુધી ઘર બહાર જ રહેતા હતા. વધુમાં સોહન માસ્ટરની પત્નીએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે સોહન માસ્ટર પોતાની શારીરિક નબળાઈ છુપાવવા ઘરે આવતા ન હતા. લાંબા સમયની મેડિકલ ટ્રીટમેન્ટની મદદથી બાળકને જન્મ આપ્યો છે. સોહન માસ્ટર હંમેશા સીરિયલના શૂટિંગના બહાને બહાર રહેતા હતા ત્યારે સોહન માસ્ટરની ગેરહાજરીમાં મારા સાસુ દ્વારા દહેજ માટે સતત ત્રાસ અપાતો હતો. તેઓ સુરતની એક શાળામાં શિક્ષિકા હોવા છતાં પૈસાની ખુબ લાલચ કરતા હતા.


મારી જેમ લોકો સાથે છેતરપિંડી કરીને સોહન માસ્ટર આજે પ્રોડ્યુસર બની ગયા છે. સિરિયલના શૂટિંગ દરમિયાન પણ યુનિટના સભ્યો સાથે મારપીટ કરતા હોય છે. સોહમ અને એના પરિવારે અમારા લાખો રૂપિયાના દાગીના પડાવી લીધા છે. અગાઉ સોહન માસ્ટરે પૂર્વ પત્નીને પણ દહેજ માટે ત્રાસ આપી મારઝૂડ કરી હતી. સોહમ તેમજ તેના પરિવારના સભ્યોનો ત્રાસ અતિશય વધી જતાં આખરે  સોહન માસ્ટર, તેના માતા તેમજ દાદા વિરૂદ્ધ હરણી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.



ઉલ્લેખનીય છે કે સોહન માસ્ટરના ત્રાસથી પરેશાન તેની પત્ની એ ગત શનિવારના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે ફરિયાદના લાંબા સમય બાદ પણ હરણી પોલીસ દ્વારા સોહમ વિરૂદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. સોહનની પત્નીના જણાવ્યા અનુસાર સોહન દ્વારા પોતે સેલિબ્રિટી હોવાનો વગ બતાવી ડરાવતો ધમકાવતો હતો. છતાં પોલીસે આજદિન સુધી તેનું નિવેદન લેવાની સુદ્ધાંની તસ્દી લીધી નથી. સેલિબ્રિટી સોહમને પોલીસ દ્વારા છાવરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ સોહનની પત્ની દ્વારા લગાવવા માં આવ્યો છે.



ઝી 24 કલાકની ટીમે શહેર પોલીસના H ડિવિઝનના ACP જી. બી બાભનીયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ખુદ ACPએ પણ મીડિયા સામે આવવાનું ટાળ્યું હતું. આમ તો કાયદો તમામ માટે એક સરખો હોય છે ત્યારે વડોદરા શહેર પોલીસ માટે સેલિબ્રિટી અને સામાન્ય જનતા વચ્ચે ભેદભાવ કરાતા પોલીસની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.