પ્રેમલ ત્રિવેદી/પાટણ: શહેરમાં લવ જેહાદની ઘટના સામે આવી છૅ. જેમાં વિધર્મી યુવકે પોતે હિન્દૂ હોવાની ઓળખ આપી હિન્દૂ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને સમગ્ર હકીકત અંગે યુવતીને માલુમ પડતા યુવતીએ પ્રેમ સબંધ તોડી નાખ્યો હતો. પરંતુ વિધર્મી યુવકે યુવતીના અશ્લીલ ફોટા પાડી લીધેલા હોવાથી તે વાયરલ કરવાની ધમકી આપી યુવતીને વારંવાર બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીએ હિમ્મત દાખવી સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરતા છેવટે પાટણ શહેર એ ડિવિજન પોલીસ મથકે ભોગ બનનાર યુવતીએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છૅ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષમાં 2 વખત થશે બોર્ડની પરીક્ષા, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ 2 ભાષા ભણવાની રહેશે


ગુજરાતમાં વિધર્મી યુવકો દ્વારા પોતાની ઓળખ છુપાવી હિન્દૂ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી તેની જિંદગી સાથે ખીલવાડ કરવાનાં કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થવા પામ્યો છૅ. ત્યારે આ પ્રકારની ઘટના પાટણ શહેરમાં પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છૅ. જેમાં પાટણ શહેરમાં એક યુવતીની માસીની દીકરીના ત્યાં લગ્ન હોઈ ત્યાં ગઈ હતી. તેમાં જ્યાં લગ્નમાં ઘોડો લઇને આવેલ મહંમદ હુશેન બલોચ નામનો યુવક પણ આવ્યો હતો. 


મેક્સિકોમાં ધાણીફૂટ ગોળીબાર વચ્ચે લૂંટમાં અમદાવાદના કેતન શાહનું મોત, પિતા ઈજાગ્રસ્ત


જેમાં યુવક અને યુવતીની આંખો મળી જતા એક બીજાએ ફોનના નંબરની આપ-લે કરી અને ત્યારબાદ એક બીજાની મુલાકાત થતા યુવકે તેની ઓળખ હિન્દૂ દરબાર હોવાની આપી અને ત્યાર બાદ પ્રેમ જાળમાં યુવતીને ફસાવી શારીરિક સંબંધ પણ બંધાયા હતા. સમય જતા યુવતીને માલુમ પાડ્યું કે આ યુવક દરબાર નહિ પણ મુસ્લિમ છૅ. જેને લઇ યુવતીએ પ્રેમ સબંધ રાખવાનો ઇન્કાર કર્યો. જેને લઇ યુવકે યુવતીને ધાક ધમકી આપવાનું શરુ કર્યું.


કચ્છી કારીગરની કમાલ; 400 વર્ષ જૂની દુર્લભ રોગાન કલાથી કંડાર્યું ચંદ્રયાન 3 મિશન


અગાઉ જે શારીરિક સબંધ બાંધ્યા હતા. તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતીને બોલાવી તેની સાથે મરજી વિરુદ્ધ દુસ્કર્મ આચર્યું હતું. ત્યારે યુવતીએ હિંમત દાખવી ઘટના અંગે પરિવારને જાણ કરી અને ત્યારબાદ યુવતીએ પરિવાર સાથે પાટણ શહેર એ ડીવીજન પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છૅ.


હિન્દુ પંચાંગને વૈજ્ઞાનિક ગણાવતો પરિપત્ર : હવે પોલીસ પંચાંગની મદદથી ગુનાખોરી રોકશે


પાટણ શહેર એ ડિવિજન પોલીસ મથકે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહંમદ હુશેન બલોચને ગણતરીના કલાકોમાં ઝડપી પડી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ પોલીસે શરુ કરી છૅ. આ પ્રકારના કિસ્સાઓ આજની પેઢી માટે લાલ બત્તી સમાન છૅ. કોઈ પણ યુવક સાથે મિત્રતા સબંધ બાંધતા પહેલા તેની તપાસ કરવી ખુબ જ જરૂરી છૅ. આ મામલે પરિવારજનોએ પણ સતર્કતા દાખવવી જરૂરી બની જાય છૅ.


E-Vehical રિચાર્જ સ્ટેશનો માટે ગુજરાતમાં કરોડનું રોકાણ, 4 હજાર લોકોને રોજગારની તક