મુસ્તાક દલ/જામનગર: ફરી એકવખત નવજાત બાળક મળી આવવાની ઘટના સામે આવી છે.. શરૂ સેક્શન રોડ પર જાળી જાખરમાં એક નવજાત બાળક રડતું હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવતા બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલટી ગંગા! સરકારે અદાણીને 3900 કરોડ વધુ ચૂકવ્યા, કોંગ્રેસે કહ્યું, ED-CBI કરે તપાસ


જામનગરમાં અનેકવાર નવજાત બાળકો મળી આવવાના બનાવો બનતા હોય છે, ત્યારે આજે ફરી એક વખત આવો બનાવ સામે આવ્યો છે. જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર મિલન હોટલ પાસે કોમન પ્લોટમાં જાડી જાખરામાંથી એક નવજાત બાળક મળી આવતા અરેરાટી ફેલાય છે. 


વરસાદને લઈ અંબાલાલ પણ મૂંઝવણમાં! અહીં બની રહ્યા છે વાવાઝોડા, સપ્ટે.માં પડશે ગરમી


સ્થાનિક લોકોએ નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને 108 એમ્બ્યુલન્સની ટીમની મદદથી જીજી હોસ્પિટલ ખાતે બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું. જીજી હોસ્પિટલના નવજાત બાળકોના વોર્ડમાં બાળકની સારવાર ચાલી રહી છે અને નવજાત બાળકની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. 


VIDEO : મોદી તો મોદી જ છે! સભા અટકાવી દીધી અને ડોક્ટરોને કહ્યું જરા પેલા ભાઈને તપાસો


જ્યારે જામનગરમાં સામાજિક કાર્યકર્તા મહિલાઓ સહિતના લોકો આ સમગ્ર ઘટનાને ભારે વખોડી રહ્યા છે.


કલકી અવતાર કહેતા રમેશ ફેફરનો બફાટ; 'બ્રાહ્મણ તથા પરશુરામનો હું 'હાર્ટએટેક'થી નાશ...'