ટ્રેનમાં ઝોમેટોના ઓર્ડર કરતા મુસાફરો માટે ચેતવણી રૂપ કિસ્સો, અમદાવાદમાં થયો કડવો અનુભવ
ઝોમેટો કંપનીના કર્મચારીઓ દ્વારા મુસાફરો સાથે મોટી છેતરપિંડી આચરવામાં આવી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ગુરુવારે રાત્રે આ ઘટના બની હતી.
ઝી બ્યુરો/અમદાવાદ: ટ્રેનમાં મુસાફરી કરીને ઝોમેટાના ઓર્ડર મંગાવતા મુસાફરો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ઝોમેટો કંપનીના કર્મચારીઓ દ્વારા મુસાફરો સાથે મોટી છેતરપિંડી આચરવામાં આવી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ગુરુવારે રાત્રે આ ઘટના બની હતી.
ગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો: 16 જિલ્લામાં મોટું એલર્ટ, ફૂંકાશે વાવાઝોડા જેવા પવન!
આ ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો ગુરુવારે ગોવાથી જામનગર જતી ટ્રેનના મુસાફરો સાથે અમદાવાદ રેલવે સ્ટેશન પર ચીટીંગ થયું હતું. આ ટ્રેનમાં મુસાફરો દ્વારા ઝોમેટામાં ત્રણ ઓનલાઈન ઓર્ડર ટ્રેનના PNR નંબર પરથી બુક કરવામાં આવ્યા હતા. જેમાંથી બે ઓર્ડરમાં zomato કંપનીના કર્મચારીઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. ઝોમેટો કંપનીના કર્મચારીઓ દ્વારા એક ઓર્ડર તો ટ્રેન પાસે પહોંચાડવામાં જ આવ્યો નહોતો. જ્યારે બીજા ઓર્ડરમાંથી ખાવા પીવાથી અડધી વસ્તુઓ ગાયબ કરવામાં આવી હતી.
વરસેલા ભારે વરસાદ બાદ ગુજરાતમાં ક્યા કેવી છે સ્થિતિ? અનેક ધોધ ફરી જીવંત થયા
આ અંગે ઝોમેટો કંપનીના ડિલેવરી બોય સાથે મુસાફરોએ વારંવાર સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સામે કોઈ જવાબ મળ્યો નહોતો. જેના કારણે મુસાફરોને ડિલેવરી બોય દ્વારા છેતરપીંડી આચરાઈ હોવાની જાણ થઈ હતી. મહત્વનું છે કે તમામ ઓર્ડરનું પેમેન્ટ મુસાફરો દ્વારા અગાઉથી જ ઓનલાઇન કરી દેવામાં આવ્યું હતું. તેમ છતાં ઓર્ડર ડિલિવર ન થતા zomatoની સાઈટ પર ઓર્ડર ડિલિવરની ફરિયાદ કરી દેવામાં આવી હતી.
રાહુલને ગુજરાતમાં રસ પડ્યો! ગુજરાત સરકારની આ દુ:ખતી નસ દબાવશે, જાણો શું છે પ્લાન?