ઝી બ્યુરો/ગોંડલ: માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. બાળકોને બગીચામાં લઇ જતા પહેલા આ કિસ્સો વાંચી લેજો, પછી તમારા બાળકને બગીચામાં ફરવા લઈ જવાનું વિચારજો. એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે. ગોંડલના એસ.આર.પી. સામે બગીચામાં હીંચકામાંથી પટકાતા પાંચ વર્ષના માસુમ બાળકનું કરૂણ મોત થયું છે. આ દરમિયાન બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બાળકની પહેલા તો લોહીલુહાણ હાલત થઈ હતી. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યા ધામ કે મદિરાપાન ધામ! એક પછી એક વિદ્યાના ધામ કેમ બની રહ્યા છે 'ઉડતા ગુજરાત'?


આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ગોંડલમાં બગીચામાં  પાંચ વર્ષનો બાળક હિંચકા ખાવા બેસવા ગયો હતો. આ વેળાએ એકાએક હિંચકામાંથી નીચે પટકાતા બાળકને ગંભીર ઇજા થવા પામી હતી. જાણવા મળી રહ્યું છે કે ભોગ બનેલ બાળક ગઈકાલે (મંગળવાર) સાંજે છ વાગ્યાની આસપાસ બગીચામાં હીંચકા ખાવા ગયેલ હતો. હીંચકા ખાતા સમયે નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. 


ભરૂચના હાંસોટમાં બે કાર ધડાકાભેર અથડાતાં પડીકું વળી ગઈ! એક જ પરિવારના 5 લોકોના મોત


આ બનાવની જાણ થતાં દોડી આવેલ પરીવારજનોએ બાળકને પ્રથમ ગોંડલ અને બાદમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન કરૂણ મોત નિપજયું હતું. ગોંડલમાં આવેલ એસઆરપી કેમ્પ નજીક બગીચામાં ભોગ બનેલ બાળકનું નામ જયવીર છે.


કોંગ્રેસ-આપ વચ્ચે ડખા? દિલ્હીમાં 'પંજા'ની અલગ રણનીતિ, રાહુલ-ખડગેની હાજરીમાં બેઠક