ખેડબ્રહ્મા: નાનાઅંબાજી તરીકે ઓળખાય છે ખેડબ્રહ્માથી ગબ્બર ગોખ પહોચેલી માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ એટલે પોષ મહિનાની પૂનમને માનવામાં આવે છે અને એટલે જ આજે ખેડબ્રહ્મામાં બિરાજતા અંબાજીના દર્શને ભક્તોની ભીડ જામે છે. નાના અંબાજીથી ઓળખાતુ અને અંબાજીની જ પાસે આવેલુ ખેડબ્રહ્રમાંનુ અંબાજી મંદીર ભક્તોમાં ખુબ શ્રધ્ધા ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોડાસાની યુવતીને SC-ST મંચ દ્વારા 8.12 લાખ રૂપિયાની સહાયની જાહેરાત


માં જગદંબાના ભક્તો વાર તહેવાર અને પ્રસંગે અહી માથુ ટેકવવા માટે જરૂર આવતા હોય છે અને પુનમ આવે એટલે કે ભક્તો માંના દરબારમાં ઘેલુ લાગતુ હોય છે. પોષ મહીનાની પુનમ એટલે માખેડબ્રહ્મામાં બીરાજતા જગદંબાના પ્રાગટ્ય દીવસ તરીકે ઓળખવામાં આવે છે અને એટલે જ ભક્તોને પોષ મહીનાની પુનમે માનાદરબારમાં હાજરી ભરાવીને પ્રાર્થના કરવાનો લ્હાવો લેવાનુ ભક્તો ચુકતા નથી અને એટલે જ પોષી પુનમથી ઓળખાતી આ પુનમે ભક્તો ભીડજમાવીને મેળો ઉભો કરતા હોય છે.


વિકાસના બણગા વચ્ચે છેલ્લા 40 વર્ષથી કોમર્શિયલ દુકાનોમાં ચાલે છે સરકારી શાળા


માં જગદંબાએ અરવ્લલીની ગીરીમાળામાં વસતા રાક્ષસોનો સંહાર કર્યો હોવાનુ કહેવાય છે અને એટલે જ અરવલ્લીની ગીરીમાંળામાં બીરાજતાં ખેડબ્રહ્માના અંબાજી મંદીર પ્રત્યે ભક્તોમાં આકર્ષણ છે. ખેડબ્રહ્માથી મા અંબાજી નજીક આવેલા ગબ્બરમાં જઇને સ્થાપાયા હતા અને એટલે જ ગબ્બર અને ખેડબ્રહ્માના માતાજી એક જ કહેવાય છે અને એટલે જ ભક્તોમાં ગબ્બર જેટલુ જ મહત્વ અહી ખેડબ્રહ્માના મંદીર પ્રત્યે એટલી જ શ્રધ્ધા રહેલી છે. મંદીરની સ્થાપના કે પછી મંદીરમાં બીરાજવાનો દીવસએ માનાપ્રાગટ્યનો દીવસ માનવામાં આવતો હોય છે. એટલે જ આ દીવસે માં અંબા અહી બીરાજ્યા હોવાનુ માનીને ભક્તો પોષ મહીનાની પુનમે પ્રાગટ્ય એટલે કે પોષી પુનમ ઉજવે છે. ખેડબ્રહ્મા આવેલા અંબાજી મંદીરમાં માનીમુ્ર્તીની આગળ નમન કરવા અને અરજ કરવા જાણે કે ભક્તો માનાદરબારમાં આવ્યા હોય એવા અહેસાસથી અહી ઉભરાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube