અમદાવાદ : ગુજરાતમાં વ્યાભિચાર મુદ્દે હત્યાના કિસ્સાઓમાં એકાએક વધારો થવા લાગ્યો છે. લગ્નેતર સંબંધોના બે કેસ ગુજરાતમાં ખુબ જ ગાજ્યા હતા. જેમા બે સંતાનોએ પિતાના આડા સંબંધોના કારણે માતા ગુમાવવાનો વારો આવ્યો છે. એક કિસ્સામાં હત્યારો પોલીસ અધિકારી હતો. જ્યારે બીજા કિસ્સામાં સચિન દીક્ષિત એક ટેક્નિકલ આસિસ્ટન્ટ હતો. સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા શિવાંશને તરછોડવાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. શિવાંશના પિતા સચિને જ તેની પ્રેમિકા હિના ઉર્ફે મહેંદીની હત્યા કરી છે. શિવાંશની પ્રેમિકાનું જ સંતાન હતું. આવો જ કિસ્સો મહિના અગાઉ કરજણ વડોદરામાં જ સામે આવ્યો હતો. જેમાં પીઆઇએ એક યુવતીની હત્યા કરીને બાળકને નોધારો કરી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લવ, સેક્સ ઓર ધોખા: પ્રેમીને પતિ બનાવવા ઇચ્છતી યુવતીએ જીવ ગુમાવ્યો, પુત્રએ પિતા, 2 પરિવાર થયા બરબાદ


જુલાઇની ઘટના અનુસાર સ્વીટી પટેલ મર્ડર કેસમાં સ્વીટીની હત્યા તેના જ PI પ્રેમી અજય દેસાઇએ કરી હતી. જેમાં પણ સ્વિટી પટેલ પત્નીનો દરજ્જો મેળવવા માંગતી હતી. જ્યારે અજય દેસાઇના પહેલાથી જ એક લગ્ન થઇ ચુક્યા હતા. તેના થકી તેને સંતાન પણ હતા. જ્યારે બીજા કિસ્સામાં પણ હિના સચિનની પત્નીનો દરજ્જો મેળવવા માંગતી હતી. સચિનના અગાઉ લગ્ન તઇ ચુક્યા હતા અને તેને સંતાન હતું. આવા કિસ્સામાં બંન્નેએ એ પોતાના લગ્નેતર સંબંધ હતા તે યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. 


સચિને હિના સાથે લગ્ન ન કરવા પડે તે માટે હત્યા કરી નાખી, શિવાંશને રઝળતો છોડી મુક્યો


મહેંદી અમદાવાદમાં એક શો રૂમમાં નોકરી કરતી હતી. દરમિયાન તેની સચિન સાથે મુલાકાત થઇ હતી. ત્યાર બાદ બંન્ને પ્રેમમાં પડ્યા હતા. વર્ષ 2019 થી બંન્નેએ લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા. આ બંન્નેના સંબંધોના પરિણામ શિવાંશનો જન્મ થયો હતો. આ બાળકના જન્મ બાદ જ બંન્ને વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો. જ્યારે અજય દેસાઇના કિસ્સામાં પણ આવું જ હતું. સ્વીટી પટેલે છુટાછેડા બાદ અજય દેસાઇના સંપર્કમાં આવી અને બંન્ને સાથે રહેવા લાગ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube