જમીન અદાવતમાં બાવળા રોડ પર બે જૂથો વચ્ચે અથડામણ, ફાયરિંગમાં 2ના મોત
અમદાવાદ બાવળા પાસે જમીનની બાબતને લઇને જાહેરમાં ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત થયું છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. બંન્ને પક્ષોના આશરે પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. આ ફાયરિંગમાં અન્ય એક વ્યક્તિ ગંભીર થયો હતો તેનું પણ સારવાર દરમિયાન મોત થયું છે.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ બાવળા પાસે જમીનની બાબતને લઇને જાહેરમાં ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત થયું છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. બંન્ને પક્ષોના આશરે પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. આ ફાયરિંગમાં અન્ય એક વ્યક્તિ ગંભીર થયો હતો તેનું પણ સારવાર દરમિયાન મોત થયું છે.
કરોડો રૂપિયાની જમીનની બાબતમાં બે જૂથો વચ્ચે અથડામણ થતા બાવળા આદરોડ પર જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બે લોકોના મોત થયા હતા. મહત્વનું છે, કે ફાયરિંગમાં ત્રણ લોકોને ગોળી વાગી હોવાની માહિતી મળી રહી છે. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.
સવર્ણોને 10 ટકા અનામત આપનાર પહેલુ રાજ્ય બનશે ગુજરાત, જાણો ક્યારથી થશે લાગું
પોલીસને ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે ફાયરિંગ કરનાર વ્યક્તિની ઝડપી લેવા માટેની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ફાયરિંગમાં આશરે પાંચ જેટલા લોકો ઘાયલ થયા છે. અને ત્રણ વ્યક્તિઓને ગોળી વાગી છે.