મહિલાને પતિ સાથે સમાધાન કરાવાના બહાને હોટેલમાં બોલાવી બળાત્કાર કરતા કોન્સ્ટેબલ સામે ફરિયાદ
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સામે મહિલા પર બળાત્કાર કરવાની ફરિયાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે.
હરમેશ સુખડિયા/ અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સામે મહિલા પર બળાત્કાર કરવાની ફરિયાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે. આ પોલીસ કર્મીએ પીયરમાં રહેતી મહિલાને તેના પતિ સાથે ઝઘડો થતા સમાધાન કરવાના બહાને મહિલાને હોટલમાં લઇ જઇને તેના પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ મહિલાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોધાવી છે. આ કોન્સ્ટેબલ મહિવાના સમાધાન કરવાનું કહીને હોટલમાં લઇ જઇને અનેક વાર દુષ્કર્મ કર્યુ હોવાનો મહિલાએ દાવો કર્યો છે. ત્યારે આ અંગે ઘાટલોડિયા પોલીસ દ્વારા દુષ્કર્મનો ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.