ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના પોશ વિસ્તારમાં 22 વર્ષીય યુવતીને બદનામ કરવા માટે તેના ન્યૂડ ફોટો સાથેના પોસ્ટર પર એસ્કોર્ટ ગર્લનું લખાણ લખી અને ફોન નંબર લખેલા પોસ્ટર શહેરના જુદા જુદા વિસ્તારમાં લગાવી બદનામ કરવાની ફરિયાદ અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે આ ગુનો કરવા માટે જે વાહનનો ઉપયોગ થયો છે તે વાહન આંતરરાષ્ટ્રીય ટેનિસ પ્લેયર માધવિન કામથનું હોવાનું તપાસમાં ખુલ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી; આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે, પણ..


અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી એક યુવતીને એસ્કોર્ટ ગર્લની સર્વિસ માટે કોલ આવવાના શરૂ થયા હતા, ત્યારે યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ આધારે જુદા જુદા સ્થળે લાગેલા પોસ્ટરો અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં એક સ્થળના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જેમાં પોલીસે સીસીટીવી ચેક કરતા ટુ-વ્હીલર પર આવીને એક વ્યક્તિ પોસ્ટરો લગાવતો યુવક જોવા મળ્યો હતો, ત્યારે એક્ટિવા આ શખ્સ લઇને આવ્યો હતો. પોસ્ટર લગાવવા માટે એ એક્ટિવા ટેનિસ પ્લેયર માધવિન કામથનું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એ ટેનિસ પ્લેયરને લઇને પણ તપાસ શરૂ કરી છે.


ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે છે, PM મોદી સામે નહીં, CR પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન


પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટેનિસ પ્લેયર માધવિન કામથ અને ફરિયાદ કરનાર યુવતી બંને પરિચિત છે ત્યારે પોલીસને શંકા છે કે આ સમગ્ર પોસ્ટર લગાવવા નો મામલો પ્રેમ સંબંધ અથવા તો પૈસાની લેતી દેતીમાં થયો હોવાનું મનાય રહ્યું છે. હાલ તો માધવિન કામથ વિદેશમાં ટુર્નામેન્ટ રમવા માટે ગયેલ છે. અમદાવાદમાં પરત ફર્યા બાદ તેની પણ પૂછપરછ હાથ ધરાયા બાદ આગળ નવા ખુલાસા થઈ શકે છે.


ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ગર્ભિત ધમકી, કહ્યું; 'આ કોઈના થયા નથી તો તમારા શું થશે'