ઝી બ્યુરો/ગીર સોમનાથ: ગુજરાતી ફિલ્મ અને આલ્બમ સોન્ગથી જાણીતી બનેલી અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમા આવી છે. જીલ જોશી સામે કોડીનાર પોલીસના હેડ કોસ્ટબલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જીલ જોશી સામે આરોપ છે કે તે ગીરના જામવાળા સીંગોડા નદીમાં આવેલા ખૂબસુરત જમજીર ધોધ નજીક ખુરશીમા બેસી વિડિઓ બનાવ્યો છે અને એ વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતા અનેક સવાલો ઉઠયા હતા કારણ કે જમજીર ધોધ નજીક જવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે જે પ્રતિબંધ ફરમાવતું કલેકટરનું જાહેરનામું છે, પરંતુ જીલ જોશી દ્વારા આ જાહેરનામાનો ભંગ કરી વિડીયો બનાવવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ CM વિજય રૂપાણીએ આ કેસમાં કરી પીછેહટ! માનહાનિનું માંડી વાળ્યું,જાણો વિગતે


તંત્રનું કહેવુ છે કે અભિનેત્રીને અન્ય લોકો અનુસરતા હોય છે અને તે જ અહીં કાયદાનો ભંગ કરી વિડીઓ બનાવે તો અન્ય લોકો તેને અનુસરે જેના કારણે તેમના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી. જેથી અન્ય લોકો નોંધ લે અને તે જાહેરનામાનો ભંગ ન કરે. 


ફરી ગુજરાતીઓના જીવ પડીકે બંધાયા! આ આગાહી નવરાત્રિ-દશેરાની મજા બગાડે તેવી પુરેપુરી...


ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ એક રાજકોટના કપલએ જમજીર ધોધ પર વિડિઓ બનાવ્યો હતો. તેમના સામે પણ એફઆઇઆર નોંધાઇ હતી અને હવે જીલ જોશીનો વિડિઓ સામે આવતા લોકોમાં ચર્ચા હતી કે તંત્ર અભિનેત્રી સામે કાર્યવાહી કરશે કે કેમ?