આ કિસ્સો ખાસ વાંચજો! અમદાવાદના આ વિસ્તારમાં 600 કરોડની જમીનમાં મોટો કાંડ! નોંધાઈ ફરિયાદ
અમદાવાદના સરખેજ વિસ્તારમાં સરખેજથી શાંતિપુરા જવાના રસ્તે આવેલ 600 કરોડની જમીન પર કબજા માટે ફાયરિંગ અને મારામારી થતા પોલીસ દોડતી થઇ હતી. જમીન દલાલ ભરત અલગોતરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના સરખેજમાં 600 કરોડની જમીનના કબ્જાને લઈને મારા મારી અને ફાયરિંગ થયાની ફરિયાદ નોંધાઈ છે. સરખેજ પોલિસે ફરિયાદના આક્ષેપને લઇને તટસ્થ તપાસ શરૂ કરી છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં સરખેજથી શાંતિપુરા જવાના રસ્તે આવેલ 600 કરોડની જમીન પર કબજા માટે ફાયરિંગ અને મારામારી થતા પોલીસ દોડતી થઇ હતી. જમીન દલાલ ભરત અલગોતરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો, કાલે સવારથી નવા ભાવ લાગૂ
તારીખ 23 મી ના રોજ જમીનના કબજેદાર હિતેન્દ્રસિંહ વાઘેલા એન દિપક હિરપરા સાથે આ ફરિયાદના ફરિયાદી ભરત અલગોતેરે જમીન મામલે સમાધાન કરવા માટે બેઠક કરવામાં આવી ત્યારે 50થી 100 માણસોનું ટોળું હથિયારો સાથે ધસી આવ્યું હતું. આ દરમિયાન ધડાધડ ફાયરિંગ પણ કર્યાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પોલીસે આર્મ્સ એક્ટ, હત્યાનો પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે. ત્યારે આ 600 કરોડ ની જમીન ના મામલે જ ગઈ તારીખ 23મીના રોજ પણ એક ફરિયાદ નોંધાઈ હતી.
હવે કરો જલસા! ગુજરાતીઓના 'હાઈ ફાઈ' જીવન ધોરણ માટે ગુજરાત સરકારે ફાળવ્યા 1032 કરોડ
હિતેન્દ્રસિંહ વાઘેલા એન દિપક હિરપરા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં પણ મારા મારી અને હત્યાના પ્રયાસની ફરિયાદ સામેવાળા એટલે કે ભરત અલગોતરના 5 લોકો પર ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ચેતન પુવાર, પ્રભુ મકવાણા, રણિજત મકવાણા, હિતેન્દ્ર બારડ અને ધુર્વ જાદવને આરોપી તરીકે દર્શવવામાં આવ્યા છે. ગત 23મી તારીખના રોજ આ બંને પક્ષો જમીન પર જમીનના કબજાને લઇને વાતચીત કરવા માટે ભેગા થયા હતા. આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે સરખેજ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.
40 વર્ષ પહેલાં જે ગુજરાતીઓએ ભાજપનું નામ દેશમાં ગજવ્યું ત્યાં જ ડખા, ભાજપ નથી કરી...
સરખેજ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ 600 કરોડની જમીનના મૂળ મલિક શીલાબહેન રાજેન્દ્રભાઇ અને તેના બે પુત્રો ચિંતન રાજેન્દ્ર ભાઈ અને શ્રેયાંશ રાજેન્દ્રભાઇ છે. જેમને આ કાયદાકીય વેચાણ બાનાખત કરી કબજેદાર હિતેન્દ્રસિંહ વાઘેલા એન દિપક હિરપરાને આપી ચુક્યા છે. શીલાબહેન રાજેન્દ્રભાઇ અને તેના બે પુત્રો ચિંતન રાજેન્દ્ર ભાઈ અને શ્રેયાંશ રાજેન્દ્રભાઇ એ આ આ જમીનનો અમુક ભાગ વર્ષો પહેલા ભાડા પર તેમના જ પરિચિત હરિશંકર પ્રજાપતિને આપી હતી. જેને પણ આ જમીનો વેચાણ બાનાખત ભરત અલગોતરને પણ કરી આપ્યો હતો. જે બંનેના અલગ અલગ સિવિલ કોર્ટમાં દાવા પણ ચાલી રહયા છે. જેને લઇને વર્ષોથી આ 600 કરોડની જમીનને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે તપાસમાં શું સામે આવે છે એ જોવું રહ્યું.
લોકસભામાં ભાજપ OBCના સહારે: ગુજરાતમાં પાટીદારો થયા સાઈડલાઈન, જાણો કોણ કોના પર ભારે