ગુજરાતમાં હવે મહિલાઓ સુરક્ષિત નથી! આ જગ્યાએ એક નર્સ સાથે જે થયું એ જાણી આંખો શરમથી નીચી થઇ જશે!
કોલકત્તાના ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યારે ગુજરાતના છોટા ઉદેપુર જીલ્લામાં પણ કોલકત્તા જેવી ઘટના ઘટતી રહી ગઈ, જિલ્લાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એક નર્સ ગત 20 ઓગષ્ટના રોજ સાંજે પાંચ વાગ્યે ફરજ ઉપર હાજર રહી હતી.
ઝી બ્યુરો/છોટાઉદેપુર: જિલ્લાના એક ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એક નર્સ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પાછળ રહેતા યુવકે હોસ્પિટલમાં અચાનક પહોંચી જઈને બાથ ભીડી લીધી હતી અને નર્સની સામે જ પેન્ટ ઘૂંટણ સુધી ઉતારી દઈ અભદ્ર માંગણી કરતા નર્સ પોલીસ ફરિયાદ કરી છે.
અંબાલાલ પટેલની 'ભારે' આગાહીઃ આ વિસ્તારોમાં પડશે એક બે નહીં 10 ઈંચ વરસાદ, મેઘતાંડવની ચેતવણી
કોલકત્તાના ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યારે ગુજરાતના છોટા ઉદેપુર જીલ્લામાં પણ કોલકત્તા જેવી ઘટના ઘટતી રહી ગઈ, જિલ્લાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એક નર્સ ગત 20 ઓગષ્ટના રોજ સાંજે પાંચ વાગ્યે ફરજ ઉપર હાજર રહી હતી. ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ફરજ પરનો સ્ટાફ સીફ્ટ પૂરી થતાં ઘરે જતો રહ્યો હતો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફકત નર્સ અને તેનો અઢી વર્ષનો દીકરો હાજર હતા.
ગુજરાત પોલીસને મળશે વિશેષ સત્તા! નશાબંધી સુધારા બિલ ગૃહમાં પાસ, શું છે નવી જોગવાઇઓ?
નર્સના દીકરાએ કોલ્ડ કોકો પીતી વખતે નારદના કપડાં ઉપર પડ્યો હતો. જેથી નર્સ કપડાં ધોવા વોશરૂમ તરફ ગઈ હતી અને વોશરૂમમાંથી બહાર નીકળતા સામેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ રહેતા જગદીશભાઈ રામાભાઈ રાઠવા એકદમ હાંફતો હાંફતો આવ્યો હતો, ત્યારે નર્સે તેને પૂછ્યું કે શું થયું છે? ત્યારે જગદીશ રાઠવાએ કોઈપણ જવાબ ન આપ્યો અને સીધો નર્સને બાથ પકડીને બન્ને હાથે પકડી લીધા હતા. ત્યારે નર્સે તરત જ ડાબા હાથથી જગદીશ રાઠવાને ધક્કો મારી દીધો હતો. ત્યારે જગદીશ રાઠવાએ પોતાનું પેન્ટ ઘૂંટણ સુધી ઉતારીને નર્સ સાથે અભદ્ર માંગણી કરતા નર્સ ડઘાઈ ગઈ હતી અને આ અંગે પોતાના પરિવાર સાથે વાત કર્યા બાદ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
બાંગ્લાદેશની સગીરાઓને અ'વાદમાં લાવી 'ગંગુબાઈ' બનાવાઈ! માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ
મહત્વની વાત એ છે કે કોલકત્તાની ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ છોટા ઉદેપુર જિલ્લાના તાલુકાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સ સાથે બાથ ભીડીને અભદ્ર માંગણી કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે.