દિવ્યેશ જોશી/રાજકોટ: મનગમતા સાથી સાથે કાર લઈને લોંગ ડ્રાઈવમાં જવું બધાને જ ગમતું હોય છે. ત્યારે કારની સફરને લાંબી તેમજ યાદગાર બનાવવા અને કંઇક નવું જ કરવા માટે રાજકોટના એક દંપતીએ કારને જ પોતાનું હરતું ફરતું ઘર બનાવી દીધું છે. તો ચાલો જાણીએ આ દંપતીને આ વિચાર ક્યાંથી આવ્યો અને આ કારમાં કઈ કઈ સુવિધાઓ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેડરૂમથી લઈ કિચન સુધીની સુવિધા...
ગુજરાત નહીં પરંતુ ભારતભરમાં કહેવાય છે કે રાજકોટના લોકો રંગીલા હોય છે અને ખાસ ચટપટું ખાવાના શોખીન હોય છે ત્યારે રાજકોટનું આ કપલ વર્ષ 2018માં ચારધામની જાત્રાએ ગયું હતું ત્યારે ત્યાં રહેવા માટે હોટલથી લઈને જમવામાં ખૂબ જ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે જ એકાએક વિચાર આવ્યો કે આપડી કારને હરતું ફરતું ઘર બનાવી દઈએ અને તેમાં રહેવાથી લઈ કિચન સુધીની તમામ સુવિધાઓથી સજ્જ બનાવી દઈએ. 


કારને ઘર બનાવવાનો વિચાર આવ્યો ક્યાંથી?
રાજકોટમાં રહેતા નવીન પંડ્યા અને પત્ની કાજલ પંડ્યાં વર્ષ 2018માં ચારધામની યાત્રા પર ગયા હતા. જ્યાં તેમને રહેવા અને ખાવા-પીવાની ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો અને સલાડ ખાઈને દિવસ પસાર કર્યો હતા.જેથી તેઓએ પોતાની કારને જ પોતાનું ઘર બનાવી લેવાનો વિચાર કર્યો હતો. અને નવીનભાઈએ હાર ન માની અને સોશિયલ મીડિયા પર રિસર્ચ કરીને પોતાની કારમાં જ ઘર બનાવવાનું નક્કી કરી લીધું.આ કામમાં તેમના પત્ની કાજલ પંડ્યાએ તેમને ખુબ સપોર્ટ કર્યો હતો. જેથી તેને હરવા ફરવામાં કોઈ તકલીફ ન પડે


કારને હરતું ફરતું ઘર બનાવવામાં કેટલો ખર્ચો થયો?
કાર તૈયાર થઈ બાદ તેમને વર્ષ 2023માં પોતાની પહેલી ટ્રીપ કરી અને તેમને ગુજ્જુ કપલ ટ્રાવેલર નામની યુ-ટયુબ ચેનલ શરૂ કરી.આ કારને હરતું ફરતું ઘરમાં ટ્રાન્સફર કરવામાં તેમને 25 હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો.અને તેમાં તેમને અલગ અલગ સુવિધા ઉભી કરી હતી. આ દંપત્તીએ અત્યાર સુધીમાં ઉત્તરાખંડ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કાશ્મીર સહિતના સ્થળો ફરી ચુક્યા છે.આમ આ દંપત્તીએ કારને જ પોતાનું ઘર બનાવીને 8 રાજ્યોની સફર કરી છે.