રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: સમગ્ર કચ્છમાં ગાયોમાં લમ્પી રોગે ભરડો લીધો છે. સરહદી જિલ્લા કચ્છમાં માનવ વસ્તી કરતા વધારે પશુધન છે. જિલ્લામાં 23.79 લાખ પશુધન છે જે પૈકી 5.74 લાખ ગાયો છે. કચ્છમાં લમ્પી સ્કિન ડિઝીઝનો કહેર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે અને ગાયોની હાલત કથળતી જાય છે. લમ્પી સ્કિન ડિસીઝના કારણે જિલ્લામાં સરકારી ચોપડે તો 1010 ગાયો મોતને ભેટી હોવાના આંકડા છે. પરંતુ હજારો ગાયોના મૃતદેહો ગામડે ગામડે જોવા મળે છે. 500 જેટલા કચ્છના ગામડાઓમાં વધતા ઓછા પ્રમાણમાં આ રોગ હવે બેકાબુ થઈ ગયો હોય તે રીતે જિલ્લાભરમાં ફેલાઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEE 24 કલાકે આ લમ્પી રોગની વ્યાપકતા 2 જુલાઈએ બતાવી હતી. પરંતુ વહીવટી તંત્રએ કોઈ ધ્યાન ના આપ્યું. એપ્રિલ મહિનામાં કચ્છના છેવાડાના લખપત તાલુકામાં કેપરીપોક્સ વાયરસથી થતા લમ્પી સ્કિન ડિસીઝના કેસ દેખાવાના શરૂ થયા હતા. તો લખપત બાદ અબડાસા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, ભુજ, રાપર, ભચાઉ તેમ ધીમે ધીમે સમગ્ર કચ્છમાં આ બીમારી નોંધાઈ છે. ત્યારે ભુજમાં જે દ્રશ્યો સામે આવ્યા તે હૃદય દ્રાવક છે અને સેંકડોની સંખ્યામાં ગાયોના મૃતદેહોનો ખડકલાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે.


પોતાના સંબંધીની 20 વર્ષની દીકરીને ફોસલાવી શખ્સે આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ


ગાયોના મૃતદેહ જીવદયા અને પશુપ્રેમી લોકો માટે અરેરાટીનું કેન્દ્ર બન્યા છે. સરકારી કે સેવાની રાહે નિકાલની પૂરતી અને યોગ્ય વ્યવસ્થા હજુ સુધી ઉપલબ્ધ ન થઈ શકવાને કારણે પશુઓ માટે કોરોના જેવી મહામારી લમ્પી રોગનો ભોગ બનીને મોતના શરણે થયેલી સેંકડો ગાયોના મૃતદેહ જિલ્લાના મુખ્ય મથક ભુજના નાગોર રોડ વિસ્તારમાં જમા થયા છે. ખુબ નગરપાલિકાની ટુકકીઓ દ્વારા આડેધર ફેંકી દેવાયા બાદ કતારબદ્ધ પડેલા ગૌમાતાઓના આ મૃતદેહો જીવદયા અને પશુપ્રેમી લોકો માટે અરેરાટીનું કેન્દ્ર બન્યા છે.


'દીકરી અસુરક્ષિત': ફોટોશૂટનું કહી સગીરાને લઇ ગયો હોટલમાં, યુવકે પછી જે કર્યું તે જાણીને ચોંકી જશો


કોઈ વહીવટી તંત્ર કે નેતાઓ સુદ્ધા ફરક્યા નથી. ગાય માતાના નામે મત માંગનારાઓ અત્યારે ગાયની પૂછતા નથી. એવો રોષ વ્યક્ત કર્યો હતો. તો અન્ય ગૌપ્રેમિ અને સેવાકીય પ્રવૃતિ કરી ગાયોને બચાવવાનું કાર્ય કરતા અગ્રણીઓ પણ જવાબદારો પોતાની જવાબદારીમાંથી છટકી જવાની વાત કરી હતી. હાલ તો રાત્રિ દરમિયાન સેવાભાવી યુવાનો પણ ગાયને દવા, ઔષધિ અને સારવાર કરે છે. પરંતુ આભ ફાટવાથી થીગડું કેટલું કામ આવે, વહીવટી તંત્રએ જાગૃત થવાની વધુ જરૂર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube