ધવલ પરીખ/નવસારી: આજે પણ બાળકી જન્મે એટલે અને તરછોડી દેવામાં આવે છે. નવસારીના ગણદેવીમાં બાપા સીતારામ મઢુલી પાછળ કોઈક નિષ્ઠુર જનેતાએ પોતાની નવજાત બાળકોને તરછોડી દીધી હતી. જેને વિસ્તારના રખડતા શ્વાન ખેંચીને લઈ ગયા હતા અને તેને ફાડી ખાધી હતી. ઘટનાની જાણ થતા જ ગણદેવી પોલીસને જાણ થતા નવજાતને મરવા માટે છોડી જનાર જનેતાને શોધવાનો પ્રયાસ આરંભ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હવે આ ક્ષેત્રોમાં લાખો રોજગારીના દ્વાર ખૂલ્યા! એક જ દિવસમાં મોટો 'ચમત્કાર'


ગણદેવી ટાઉનમાં આવેલ બાપા સીતારામ મઢુલીની પાછળ ત્રણ રખડતા શ્વાન આજે સવારે 11 વાગ્યા આસપાસ કોઈને ફાડીને ખાતા હતા. જ્યાં ગણદેવી હોમગાર્ડમાં કાર્યરત અને પશુપાલન કરતા ભદ્રેશ ભરવાડે શ્વાનને જોતા ત્યાં જઈ તપાસ કરતા તેમના હોશ ઉડી ગયા હતા. ભદ્રેશ ભરવાડે શ્વાનને એક નવજાત બાળકીને કોળિયો બનાવતા જોઈ અને તરત જ શ્વાનને ભગાડી દીધા હતા. ત્યાર બાદ તરત જ ગણદેવી પોલીસને જાણ કરી હતી. સાથે જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 


કાળા ડિંબાગ વાદળો ઉભો કરી રહ્યો છે ગુજરાતમાં ડરામણો માહોલ! આ જિલ્લાઓમાં ફરી મોટી ઘાત


ઘટના સ્થળે પહોંચેલી ગણદેવી પોલીસે બાળકી ક્યાંથી આવી એને શોધવાના પ્રયાસ કરવા સાથે જ મૃતક બાળકીના મૃતદેહને પીએમ અર્થે ગણદેવી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો હતો. CHC ના પ્રભારી સુપ્રિટેન્ડેન્ટ ડૉ. નિરવ પટેલે બાળકીને તપાસ્યા બાદ પ્રાથમિક તબક્કે 1 કે 2 દિવસની નવજાત હોવાનું જાણવા મળ્યું હતું. સાથે જ મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી. 


આ ભાઈનો વાંક એટલો કે Wrong Side માં વાહન રોક્યું! આ દ્રશ્યો તમારું હૃદય કંપાવી દેશે!


બીજી તરફ ગણદેવી પોલીસે વિસ્તારમાં આવેલા સીસીટીવી સાથે જ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપાયોગ કરી બાળકીની જનેતાને શોધવાની તજવીજ હાથ ધરી હતી. સાથે જ અક્સ્માત મોતનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.