મૌલિક ધામેચા/ અમદાવાદ :: શહેરનાં બારેજા વિસ્તારમાં એક ખુબ જ ચોંકાવનારી પરંતુ વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગેસ બ્લાસ્ટનાં કારણે 7 લોકોનાં મોત નિપજ્યાં છે અને 3 લોકો સારવાર હેઠળ છે. આ ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર, બારેજા વિસ્તારમાં ફેક્ટરીમાં મજુરી કામ કરતા અને નજીક નજીક ઓરડીઓ બાંધીને રહેતા મજુરોનાં ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે તમામને સારવાર માટે પહેલા નજીકની હોસ્પિટલ અને ત્યાર બાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 22 જુલાઇના રોજ 3 અને આજે 4 શ્રમજીવીઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા. જ્યારે 3ની સારવાર ચાલી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube