કોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યાં છે મોત, બે મહિનામાં 22 ના મોત
Swine Flu Spread In Gujarat રાજ્યમાં સ્વાઈનફ્લૂએ ઊંચક્યું માથું.... બે મહિનામાં 22 દર્દીઓના થયા મોત... તો 386 દર્દીઓ સપડાયા સ્વાઈનફ્લૂના ભરડામાં.... સ્વાઈનફ્લૂથી દર્દીઓના મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમાંકે...
Pandemic Alert : ગુજરાતમાં એક તરફ ઠંડીએ દસ્તક આપી છે, અને બીજી તરફ મોતના સિલસિલા શરૂ થઈ ગયા છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ ફરી માથું ઉંચક્યું છે. ગુજરાતના શહેરોમાં સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે, જેને કારણે ટપોટપ મોતના કેસ વધી રહ્યાં છે. ગુરજાતમાં સ્વાઈન ફ્લૂથી બે મહિનામાં 22 દર્દીઓના મૃત્યુ થયા છે.
સ્વાઈન ફ્લૂથી મોતમાં ગુજરાત બીજા ક્રમે
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના નવા 386 કેસ નોંધાયા છે. જેની સામે કુલ 22 દર્દીઓના બે મહિનામાં મોતના આંકડા સામે આવ્યા છે. સ્વાઈન ફ્લૂથી મોતના મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે આવ્યું છે. આ વર્ષે ઓક્ટોબર સુધીમાં સ્વાઈન ફ્લૂના 1682 કેસ, 55 દર્દીઓના મૃત્યુ થયા હતા. આ વર્ષે કોરોના કરતા સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુ વધારે થઈ રહ્યાં છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, અન્ય કોઈ બિમારી હોય તેવા લોકોને જલ્દીથી સ્વાઈન ફ્લૂનો ચેપ લાગી રહ્યો છે.
રાજકોટમાં રોગચાળો ફાટ્યો
રાજકોટમાં શિયાળો આવ્યો છતાં રોગચાળામાં ઘટાડો જોવા મળી નથી રહ્યો. ઝાડા, ઉલટી, તાવ શરદી, ઉધરસના શહેરમાં આઠ દિવસમાં અઢી હજાર જેટલા કેસ નોંધાયા છે. તો ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયાના 11 કેસ નોંધાયા છે. શહેરમાં મચ્છરોનો પણ ઉપદ્રવ સતત જોવા મળ્યો છે, જેના કારણે પણ રોગચાળો જોવા મળે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ અને મનપા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની લાઈનો લાગી છે.
આવી રહ્યું છે મોટું તોફાન, આજથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, ડિસેમ્બરની ભયાનક આગાહી
સુરતમાં મહામારી જેવી સ્થિતિ
ગુજરાતના સુરત શહેરમાં મહામારી જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં તાવ અને ડેન્ગ્યુથી બાળક સહિત ચાર વ્યક્તિના મોત નિપજ્યા છે. પાંડેસરાની રીતુ શર્મા અને પ્રિયાસુનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું છે. તો અમરોલીના સુલેહ ઈંદ્રિસ અને અજય સોલકીનું તાવમાં મોત નિપજ્યું છે. આ કારણે સુરતનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામા આવી છે. 4 અલગ અલગ ટીમો બનાવવામાં આવીને 400 ઘરોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જ્યાં જરૂર પડે તો મેડીકલ ટીમ મોકલવામાં આવશે.
કેનેડામાં કચરા પોતા કરવાના પણ કામ મળતા નથી! વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થયું