ચેતન પટેલ/સુરત: ઉન શાકભાજી માર્કેટ પાસે અર્શ હોસ્પિટલમાં પતિને સારવાર માટે લઈને ગયેલી મહિલા સાથે તબીબની માથાકૂટ થઈ હતી. જેમાં તબીબે મહિલાની છેડતી પણ કરી હતી. આ અંગે સચીન જીઆઇડીસી પોલીસમાં મહિલાએ ફરિયાદ પણ આપી છે. જેના આધારે પોલીસે ડો. ઈકબાલ અને તેના ભત્રીજા મોસીન સામે છેડતી અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સહિત આ રાજ્યોમાં વિનાશકારી ભૂકંપનો ખતરો, જોવા મળશે તુર્કી-સીરિયા જેવી તબાહી!


સચીન જીઆઇડીસી વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતાના પતિને બે મહિનાથી પીઠમાં દુખાવો થતો હતો. આથી પરિણીતા પતિને 30મી જાન્યુઆરીએ સારવાર માટે અર્શ હોસ્પિટલમાં લાવી હતી. જ્યાં તેના પતિને એડમિટ કરાયો હતો. 4 તારીખે મહિલાના પતિને રજા આપી દેવાઇ હતી. 5 તારીખે ફરી દુખાવો થતા મહિલા પતિને 6 તારીખે અર્શ હોસ્પિટલમાં લાવી હતી. પતિની સારવાર બરાબર ન કરવાના મુદ્દે મહિલાએ તબીબ સાથે માથાકુટ કરી હતી. જેથી તબીબે કહ્યું કે તમારા પતિની સારવાર સારા ઓર્થોપેડિક પાસે કરાવી છે. 


વિનાશકારી ભૂકંપમાંથી તુર્કી-સીરિયાને બેઠું કરવા ગુજરાત સજ્જ, હવે એક ઈશારે...


આથી મહિલાએ કહ્યું કે સારા તબીબ પાસે સારવાર કરાવી છતાં તેમને દુખાવામાં કેમ રાહત નથી. તમે અત્યારે ઓર્થોપેડિક તબીબને બોલાવી મારા પતિની સારવાર કરાવો. જેથી ડો.ઈકબાલ ગુસ્સે થઈ ગાળાગાળ કરી હતી. મહિલા દવાખાનાની બહાર જવા ઊભી હતી તે વખતે ડો.ઈકબાલે મહિલાનો હાથ પકડી બળજબરીથી ખેંચી સોફા પર બેસાડી દીધી હતી. પછી કોઈ માણસને બોલાવી મહિલા અને તેના પતિને સારવાર માટે ડિંડોલી લઈ ગયા હતા. 


ગુજરાતમાં હવે આત્મહત્યાઓનું પ્રમાણ ઘટશે! ચાર યુવાનોનું આ ઈનોવેશન જાણીને ખરેખર વણાખશો


મહિલા ફરી ડો.ઈકબાલની હોસ્પિટલે ગઈ હતી. જ્યાં મહિલાએ કહ્યું કે મારા પતિની સારવાર બરાબર કરી નથી અને અમારી પાસેથી ખોટી રીતે પૈસા લીધા છે, તેમ કહેતા ડો.ઈકબાલે દંપતીને હોસ્પિટલમાંથી ચાલી જાવ નહિતર અત્યારે તને અને તારા પતિને જાનથી મારી નાખીશ, ડોકટરના ભત્રીજાએ પણ દંપતીને ગાળો આપી હતી. એટલું જ નહિ ડોકટરે પાછો મહિલાનો હાથ પકડી લીધો હતો.