બાળકોને હવે ઘરની બહાર રમવું પણ દુષ્વાર! 3 વર્ષીય બાળકી પર શ્વાનનો જીવલેણ હુમલો
રખડતા શ્વાનનો આતંક યથાવત છે. નવાગામ ડિંડોલીમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ઘર પાસે રમી રહેલ 3 વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કર્યો છે. બાળકીને સિવિલ હોસ્પિટલમાં આવી સારવાર કરવામાં આવી છે.
પ્રશાંત ઢીવરે/સુરત: સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો પર રખડતા શ્વાનનું જોખમ વધ્યું છે. ઘર પાસે રમતા હોય કે સ્કુલે જતા બાળકો પર શ્વાનના હુમલોના કિસ્સાઓ વધ્યા છે. વધુ એક કિસ્સો ડીંડોલી વિસ્તારમાં બન્યો છે. નવાગામ પાસે ઘરના ફળિયા પાસે જ રમી રહેલી ત્રણ વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કર્યો છે. શ્વાને હુમલો કરતા બાળકી રડવા લાગી હતી. બાળકીનો રડવાનો અવાજ સાંભળી પરિવારના લોકો દોડી આવ્યા હતા. શ્વાને બાળકીને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લાવવામાં આવી હતી.
અમદાવાદમાં કોરોના વિસ્ફોટ! એક જ દિવસમાં નોંધાયા નવા 21 કેસ, બેદરકારી ભારે પડશે
મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં શ્વાનનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. ડોગ બાઈટના સતત વધી રહેલા બનાવો ચિંતાનો વિષય બન્યો છે. ડોગ બાઈટનું સૌથી વધુ જોખમ બાળકો પર જોવા મળી રહ્યું છે.ડિસેમ્બર મહિનામાં ડોગ બાઈટના ત્રણ મોટા કિસ્સા સામે આવ્યા છે.મનપા દ્વારા ખસીકરણ યોજન કરવામાં આવે છે. ખસીકરણ બાદ યોગ્ય સ્થળ પર મૂકવામાં ન આવતાં ડોગ અસુરક્ષા અનુભવે છે.અસુરક્ષા અનુભવવાના કારણે ડોગ હુમલા કરે છે.
સસ્તા સોનાની આશા છોડી દો, વર્ષ 2024માં ગોલ્ડમાં આવશે તોફાની તેજી, જાણો વિગત
બીજી બાજુ સમગ્ર વર્ષ દરમિયાન સિવિલ અને સ્મીમેરમાં ડોગ બાઈટના અધધ કેસ નોંધાયા છે. જાન્યુઆરીમાં સિવિલમાં 1205 જ્યારે સ્મીમેરમાં 678 કેસ નોંધાયા છે. ફેબ્રુઆરીમાં સિવિલમાં 990 જ્યારે સ્મીમેરમાં 586 કેસ નોંધાયા છે.માર્ચમાં સિવિલમાં 1062 જ્યારે સ્મીમેરમાં 711 કેસ નોંધાયા હતા. એપ્રિલમાં સિવિલમાં 1031 જ્યારે સ્મીમેરમાં 707 કેસ નોંધાયા છે.મેમાં સિવિલમાં 976 જ્યારે સ્મીમેરમાં 641 કેસ નોંધાયા છે.
સુરતીઓને માથે મોટી ઘાત! પરિવાર સાથે જમ્યા બાદ 40 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેક મોત
જૂનમાં સિવિલમાં 796 જ્યારે સ્મીમેરમાં 510 કેસ નોંધાયા છે. જુલાઈમાં સિવિલમાં 692 જ્યારે સ્મીમેરમાં 445 કેસ નોંધાયા તો ઓગસ્ટમાં સિવિલમાં 735 જ્યારે સ્મીમેરમાં 564 કેસ નોંધાયા છે. જ્યારે સપ્ટેમ્બરમાં સિવિલમાં 761 જ્યારે સ્મીમેરમાં 504 કેસ ઓક્ટોબરમાં સિવિલમાં 875 જ્યારે સ્મીમેરમાં 530 કેસ તો નવેમ્બરમાં સિવિલમાં 1010 જ્યારે સ્મીમેરમાં 634 કેસ નોંધાયા છે.
અજીબોગરીબ કિસ્સો! ટ્રેન ચૂકી જતા વ્યક્તિએ આખી ટ્રેનના પેસેન્જરના જીવ પડીકે બાંધ્યો!
વર્ષના અંતના મહિનો ડિસેમ્બરમાં સિવિલમાં 938 જ્યારે સ્મીમેરમાં 754 કેસ નોંધાયા છે. રખડતા શ્વાનના ના આતંકી છુટકારો માંગી રહ્યા છે.