સંદીપ વસાવા/કામરેજ: સુરત જિલ્લામાંથી વધુ એકવાર અસલીના નામે નકલી ખેલનો ભાંડો ફૂટ્યો છે. કામરેજ પોલીસે સુમુલ કંપનીના બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે. કામરેજ પોલીસે ઘી બનાવવાની મશીનરી સહિત એક ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી? આકાશ ઘાટા વાદળોથી ઘેરાયેલું રહેતા વિઝિબિલિટી..


ગુજરાતમાં અસલીના નામે નકલીનો કારોબાર ફૂલી ફાલ્યો છે. ક્યારેક ડુપ્લિકેટ અધિકારી ક્યારેક ડુપ્લીકેટ ટોલનાકા તો ક્યારેક ડુપ્લીકેટ ખાદ્ય ચીજ પદાર્થોનું કારખાનું અથવા તો ગોડાઉન ઝડપાતું રહે છે. બેનંબરીયાઓ હવે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરવામાં અચકાતા નથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે મનફાવે તેમ ખીલવાડ કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લામાંથી વધુ એક વાર ડુબલીકેટ ઘી નું કારખાનું ઝડપી પાડ્યું છે. 


ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ


સુમુલ ડેરી બ્રાન્ડથી તો આપ સૌ કોઈ પરિચિત જ હશો. તમારા રોજિંદા ખાણીપીણી વપરાશમાં અનેક ખાંચી પદાર્થો આપ સેવન કરી રહ્યાજ હશો. ત્યારે કેટલાક લેભાગુ તકસાધુઓ બ્રાન્ડ નામનો ઉપયોગ કરીને તેનું ડુબલીકેટેશન ઉપયોગ કરતા હોય છે. અને તેનું બજારમાં વેચાણ પણ કરતા હોય છે. થોડા સમય પહેલાં ડુપ્લીકેટ વિમલ ગુટકા નું કારખાનું સુરત જિલ્લા પોલીસે ઝડપી પાડ્યું હતું. આમ તો કામરેજ વિસ્તારમાંથી અવાર નવાર કંઈક ને કંઈક ખાણીપીરી ચીજ વસ્તુઓનું ડુપ્લિકેશન થતું પોલીસ ઝડપી પાડતી હોય છે. 


PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોથલ વિશ્વફલક પર ચમકશે! આ રીતે પ્રવાસીઓને આકર્ષશે નજરાણું!


ત્યારે વધુ એકવાર કામરેજ પોલીસ દ્વારા માનસરોવર રેસિડેન્સીમાંથી એક A7 મકાનની અંદર ચાલતું સુમુલ ડેરી ઘી નું ડુપ્લિકેશન ઝડપી પાડ્યું છે. પોલીસે બાટલી મળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ સુમુલ ડેરીના અધિકૃત કર્મચારીઓને સાથે રાખીને પોલીસે બાટમી વાળી જગ્યાએ રેડ કરી હતી. અને મકાનમાંથી સુમુલ ડેરી બ્રાન્ડના આબેહૂબ સ્ટીકરો છપાવી સ્ટીલના ડબ્બા ઉપર ચોંટાડી તેમાં ડુપ્લીકેટ ઘી ભરી દેવામાં આવતું હતું. 


નવા વર્ષે સવાર-સવારમાં બદલાઈ જશે આ 6 નિયમ! તમારા ખિસ્સા પર પડશે સીધી અસર


કારખાનામાંથી ઝડપાયેલા આરોપીને આરોપીની પૂછપરછમાં તેને કબુલાત કરી હતી કે તેઓ પામ ઓઇલ તેમજ વેજીટેબલ ઓઇલ મિશ્રણ કરી ઘી બનાવી ડબ્બામાં પેકિંગ કરી તેનું સુરત શહેરમાં વેચાણ કરી રહ્યા હતા ઝડપાયેલ આરોપી સાથે અન્ય ત્રણ ઈસમો પણ સમગ્ર કારોબારમાં સામેલ હોવાનું આરોપીએ કબુલાત કરી હતી. તેમજ ડુબલીકેટ ઘીનો મુદ્દા માલ સુરત ખાતે રહેતા ભાવેશ ડોબરીયા, પરેશ મગન સાવલિયા પકડાયેલ આરોપીને આપી જતા હતા. 


VIDEO : બુમરાહ આઉટ, સિરાજના પગ ધ્રૂજતા હતા, નીતિશ રેડ્ડીના પિતા કરતા હતા પ્રાર્થના


આ અગાઉ પણ ઝડપાયેલ આરોપી કબુલાત કરી હતી કે તેને સુરત શહેર ખાતે રહેતા વિશાલ શાહ વેચાણ કર્યું હોવાનું જણાવ્યું હતું, પોલીસે ડુબલીકેટ કી બનાવવા વપરાતી મશીનરી સ્ટીકર તેમજ ડુબલીકેટ ઓઇલ સહિત નો લાખોનો મુંડા માલ જપ્ત કર્યો હતો. સુરત જિલ્લામાંથી અવારનવાર બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ખાણી પીળી ચીજ વસ્તુઓનું વેચાણ કરવાના કારોબારનું પોલીસ પર્દાફાશ કરતી રહે છે. પરંતુ કેટલાક આરોગ્ય માફીઆઓ પૈસા કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જ્યારે આવા આરોગ્ય માફિયાઓ સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.