અમદાવાદની વચ્ચે ચાલતી હતી મહાભયાનક વિસ્ફોટકોની ફેક્ટરી, FSL ની સેમ્પલ બોટલ પણ પિગળી ગઇ
પીરાણા - પીપળજ રોડ પર બ્લાસ્ટની ઘટનાના ખુબ જ ઉંડા પડઘા પડ્યા છે. અમદાવાદમાં આવેલી સાહિલ એન્ટરપ્રાઇઝ નામની બિનકાયદેસર રીતે ચાલી રહેલી કેમિકલ ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. FSL ની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. કેમિકલ ફેક્ટરીમાં કઇ રીતે બ્લાસ્ટ થયો કયા કયા કેમિકલ હતા તે અંગે તપાસ આદરી હતી. ગઇકાલે FSL ની ટીમ દ્વારા જે સેમ્પલ લેવાયા હતા તે કેમિકલ એટલા જ્વલંત હતા કે, જેમાં સેમ્પલ લેવાયા તે બોટલ પણ પીગળી ગઇ હતી. FSL ની ટીમ ખુબ જ અત્યાધુનિક બોટલ વાપરતી હોય છે જો કે તે પણ પીગળી જતા આખરે FSL ની ટીમે કાચની બોટલ મંગાવવી પડી હતી.
અમદાવાદ : પીરાણા - પીપળજ રોડ પર બ્લાસ્ટની ઘટનાના ખુબ જ ઉંડા પડઘા પડ્યા છે. અમદાવાદમાં આવેલી સાહિલ એન્ટરપ્રાઇઝ નામની બિનકાયદેસર રીતે ચાલી રહેલી કેમિકલ ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. FSL ની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. કેમિકલ ફેક્ટરીમાં કઇ રીતે બ્લાસ્ટ થયો કયા કયા કેમિકલ હતા તે અંગે તપાસ આદરી હતી. ગઇકાલે FSL ની ટીમ દ્વારા જે સેમ્પલ લેવાયા હતા તે કેમિકલ એટલા જ્વલંત હતા કે, જેમાં સેમ્પલ લેવાયા તે બોટલ પણ પીગળી ગઇ હતી. FSL ની ટીમ ખુબ જ અત્યાધુનિક બોટલ વાપરતી હોય છે જો કે તે પણ પીગળી જતા આખરે FSL ની ટીમે કાચની બોટલ મંગાવવી પડી હતી.
ગરીબ મહિલાઓ સોનોગ્રાફી માટે મુખ્યમંત્રી પાસે માંગી મદદ, મિનિટોમાં થઇ સોનોગ્રાફી
વહેલી સવારે બે જેસીબી મશીન દ્વારા સમગ્ર કાટમાળ હટાવવામાં આવ્યો હતો. જેની કામગીરી હજી સુધી ચાલી રહી છે. બીજી તરફ આ બિનકાયદેસર ફેક્ટરી ચલાવી રહેલા હિતેશ સુતરિયાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવાઇ રહ્યો છે. આ અંગે સેક્ટર-2ના જેસીપી ગૌતમ પરમારે જણાવ્યું કે, સાહિલ એન્ટરપ્રાઇઝ નામની બિનકાયદેસર રીતે ચાલતી કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ઇથેનોલ-મિથેનોલ જેવા બેથી ત્રણ કેમિકલ વાપરવામાં આવતા હતા.
વડોદરા : એકલી રહેતી 25 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી, સ્યૂસાઈડ નોટ પણ ન છોડી...
આ મુદ્દે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો કે કંપનીનું ગોડાઉન બિટુ ભરવાડ નામની વ્યક્તિનું છે. હિતેશ સુતરિયા નામની વ્યક્તિએ ભાડે રાખ્યું હતું. દસ્તાવેજી પુરાવા અને એફએસએલના અભિપ્રાય બાદ આ મુદ્દે ગુનો નોંધાશે. કેમિકલ ક્યાંથી આવતું હતું તે જ્યાંથી લાવતો તેની પાસે લાયસન્સ હતું કે કેમ તે અંગે પણ તપાસ થશે. તમામ જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મુદ્દે હિતેશ સુતરિયાની અટકાયત કરી લેવાય છે અને તેની પુછપરછ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube