ઝી બ્યુરો/ખેડા: નડિયાદમાં સિરપકાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં હવે નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી પકડાઈ છે. નડિયાદ સ્થિત GIDCમાં રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવાતો હોવાનું બહાર આવ્યું છે. GPCB કે GIDCના લાયસન્સ લીધા વગર જ છેલ્લા કેટલાય સમયથી યુનિટ ધમધમતું હતું. આ નશાકારક કેમિકલ પાવડરનું કનેક્શન મુંબઈનું ખુલ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે! ડિસેમ્બર મહિનો આ જિલ્લા માટે અતિભારે


આ કેમિકલ પાવડરનો ઉપયોગડુપ્લીકેટ તાડી બનાવવા માટે થતો હતો. પોલીસે હાલ તો યુનિટના સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઓફિસના ટેબલોના ડ્રોવરમાં અલગ અલગ ફાઈલોમાં દસ્તાવેજો ચકાસ્યા હતા. જેમાં આ યુનિટ પ્રકાશ જેઠા ગોપવાણીના નામે ચાલતું હોવાનું ઘટસ્ફોટ થયો હતો. ઉલ્લેખનીય છે કે નડિયાદ નશાકારક પદાર્થોનું ઉત્પાદન માટે જાણે ગુજરાતભરમાં જાણીતું બન્યું હોય તેમ લાગી રહ્યું છે.


જેની બીક હતી એ જ થયુ! આ જિલ્લામાં નોંધાયા કોરોનાના 2 કેસ, ટ્રાવેલ હિસ્ટ્રી છે ખતરનાક


SOGને બાતમી મળી હતી કે, નડિયાદમાં કમળા રોડ પર સ્થિત જીઆઇડીસીમાં રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવી તેનું અન્ય કેમિકલના નામે ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરવામાં આવે છે. આ કેમિકલનો ઉપયોગ તાડી બનાવવા માટે થતો હોય છે. જેથી પોલીસે ગત રોજ દરોડો પાડ્યો હતો.


ગુજરાતના 70 હજાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા! સરકારના આ એક નિર્ણયથી રાતા પાણીએ રોયા


દરોડા કરતા પોલીસે ફેક્ટરીમાંથી લેપટોપ, પ્રિન્ટર તથા પ્રવાહી અને પાવડર મળી કુલ રૂપિયા 19 લાખ 68 હજાર 500 એમ જ એક મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઘટનામાં રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બીલો બનાવી આ કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ નશા કરવા માટે ડુપ્લીકેટ તાડી બનાવવા માટે ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. આથી પોલીસે યુનિટના સંચાલક પ્રકાશ જેઠાભાઈ ગોપવાણી સામે આઈપીસી 308, 328, 272, 273, 465, 468, 471 મુજબનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


હવે ગુજરાત એ ભૂલ નહીં કરે! નવો વેરિયન્ટ ભારતમાં ઘૂસ્યો, પણ અહી નહીં ઘૂસે, આ છે પ્લાન