ઉદય રંજન/અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે ફરી એકવાર અમદાવાદમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેર કોટડામાં નિષ્ફળ લુંટના પ્રયાસ બનાવ સામે આવ્યો છે. બુકાનીધારી લૂંટારૂ એ વેપારી પર ફાયરીંગ કરી લુંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી ભરતીને લઈ ફરી મોટા સમાચાર; તલાટી-જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મોટી અપડેટ


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, નિકોલમાં નિલેશભાઈ દલાલ જેમને જવેલર્સનો શો રૂમ છે. નિલેશભાઈ દલાલ ગઈ સાંજે નિત્યક્રમ મુજબ પોતાનો જવેલર્સનો શો રૂમ બંધ કરી પોતાના ઘરે પોતાની કાર લઇને જઈ રહ્યા હતા. એ સમયે 3 બોકાનીધારી લૂંટારૂએ નિલેશ ભાઈનો પીછો કરી લુંટના ઇરાદે એક બાદ એક બે ફાયરીંગ કરી લુંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પણ સદનસીબે નિલેશભાઈને એક પણ ગોળી વાગી ન હતી અને નિલેશ ભાઈ ઘટના સ્થળ પરથી પોતાનો જીવ બચાવીને શહેર કોટડા પોલીસ સ્ટેશન પહોંચી જઈને સમગ્ર બનાવની ફરિયાદ નોંધાવી હતી. 


કાકાની બહાદુરી : ચાલુ મોપેડમાં પર્સ ચોરવાનો પ્રયાસ કરનાર ચોરને બરાબરનો ઢીબેડ્યો


આ નિષ્ફળ લુંટના પ્રયાસમાં શહેર કોટડા પોલીસે અજાણ્યા 3 બુકાનીધારી લુંટારૂ વિરુધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસ ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લુંટારૂએ નિલેશભાઈનો પીછો તેમની દુકાન ખાતેથી કર્યો હતો અને નિલેશ ભાઈ ફોન પર વાત કરવા ઊભા રહ્યા તે વખતે રસ્તામાં એ સમયે મોકો જોઈને ફાયરીંગ કર્યું હતું.


.IPO માં નથી મળતું એલોટમેન્ટ? માર્કેટ ગુરૂએ ઈન્વેસ્ટરોને આપ્યો મંત્ર, વધી જશે ચાન્સ


શહેર કોટડા પોલીસના હાથે આ ઘટનાના સીસીટીવી લાગ્યા છે જેની તપાસ કર્યા પોલીસને બાઈક નંબર મળી આવ્યો છે. જે બાઇક વસ્ત્રાલમાંથી થોડા દિવસ પહેલા ચોરી થયાનું માલૂમ થયું છે. ત્યારે લુંટના નિષ્ફળ ફાયરને લઇને શહેરની અલગ અલગ એજન્સીઓ સહિતની સ્થાનિક પોલીસ આરોપીઓનું પગેરું મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.