દિનેશ ચંદ્રવાડીયા, ધોરાજીઃ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. આ ડોક્ટર ડિગ્રી વગર લોકોની સારવાર કરતો હતો. બોગસ ડોક્ટર દર્દીને ઈન્જેક્શન, બાટલા ચઢાવીને દવા પણ આપતો હતો. છેલ્લા વર્ષથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો હતો. આજે એસઓજીએ દરોડા પાડીને આ બોગસ ડોક્ટરને ઝડપી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે વર્ષ સુધી લોકોને આપી દવાઓ
ધોરાજી તાલુકાના ઝાંઝમેરમાં ક્રિષ્ના ક્લિનિકના નામે બોગસ દવાખાનું ચલાવી રહેલા વ્યક્તિની બાતમી એસઓજીને મળી હતી. ત્યારબાદ ત્યાં એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. એસઓજીએ દવા, ઈન્જેક્શન, બાટલા, બીપી ચેક કરવાનું મશીન સહિતની સામગ્રી ઝડપીને ધોરાજી પોલીસને સોંપી છે. ત્યારબાદ ધોરાજી પોલીસે બોગસ ડોક્ટરને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


આ પણ વાંચોઃ Botad: બોટાદ જિલ્લાનો હિરા ઉદ્યોગ મંદીમાં સપડાયો, અનેક કારખાના થયા બંધ


ઝાંઝમેર ગામમાં સંજય એભલ ધાપા નામનો યુવક એચસીએમની ડિગ્રી હોવાનું કહીને ક્રિષ્ના ક્લિનિક ચલાવી રહ્યો હતો. તે લોકોને દવા આપવાની સાથે ઈન્જેક્શન અને બાટલાઓ પણ ચઢાવી રહ્યો હતો. પરંતુ હવે તેનો ભાંડો ફૂટી ગયો છે. એસઓજીએ ક્લિનિકમાં દરોડા પાડીને મુદ્દામાલ સાથે આ ડોક્ટરની ધરપકડ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube