ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટમાં એક ડુપ્લિકેટ લેબોરેટરી ઝડપાય છે. રાજકોટ એસઓજી અને પેરોલ ફ્લો સ્કોડ દ્વારા આ ડુપ્લિકેટ લેબોરેટરી ઝડપવામાં આવી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ડુપ્લેકેટ લેબોરેટરી ચલાવતો સંચાલક ઝડપાયો છે. મહત્વનું છે કે તબીબી ક્ષેત્રે ચાલતી બદીઓ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે મુદ્દા માલ કબજે કર્યો
રાજકોટ એસઓજી અને પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ચાલતી ડુપ્લિકેટ લેબોરેટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં છેલ્લા 6 મહિનાથી ડુપ્લિકેટ લેબોરેટરી ચાલી રહી હતી. તેને ચલાવતો સંચાલક પણ ઝડપાયો છે. જંગલેશ્વર વિસ્તારમાં સ્પર્શ લેબોરેટરીના નામે ઈર્શાદ DMLT વગર લેબોરેટરી ચલાવી રહ્યો હતો. જેમાં એક ડમી ગ્રાહક મોકલીને એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા. 


આ પણ વાંચોઃ ઓક્ટોબર મહિનાના અંતમાં ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી શકે છે PM મોદી


BCAની ડિગ્રી મેળવી ચલાવતો હતો લેબ
પ્રાપ્ત વિગત અનુસાર એક વ્યક્તિ જંગલેશ્વર વિસ્તારમાં બીસીએની ડિગ્રી મેળવીને સ્પર્શ લેબોરેટરી ચલાવી રહ્યો હતો. પોલીસને તેની જાણ થતાં ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન આરોપી પાસેથી એક સફેદ કલરનું મેરી લાઈઝર/બ્લડ ટેસ્ટ કરવાનું મશીન 70,000 રૂપિયા મળી કુલ 90,380 રૂપિયાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube