વલસાડઃ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લામાં કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ત્યારે વલસાડ તાલુકાના પાનરેડાના પાસડીમાં વરસાદી પાણીનો ભરાવો થતાં એક પરિવાર માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે. અહીં પાણી ભરાવાને કારણે એક વ્યક્તિએ પોતાની નાસ્તાની લારી બંધ કરવી પડી છે. જેના કારણે તેનો પરિવાર પર સંકટ ઉભુ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 દિવસથી નાસ્તાની લારી બંધ
ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. જેના લીધે પારનેરા પારડીમાં એક નાસ્તાની લારી ચલાવતા વ્યક્તિએ પોતાનો ધંધો બંધ રાખવાની ફરજ પડી છે. નાસ્તાની લારી પર 11 વ્યક્તિના પરિવારને ભૂખે મરવાનો વારો આવ્યો છે. છેલ્લા સાત દિવસથી પાણી ભરાવાને કારણે નાસ્તાની લારી શરૂ કરી શકાય નહીં. આ એક લારી પર પરિવારના 11 સભ્યોનું ભરણ પોષણ થાય છે. 


આ પણ વાંચોઃ 4 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે પીએમ મોદી, ડિજિટલ ઇન્ડિયા સપ્તાહ 2022'નું કરશે ઉદ્ઘાટન


વરસાદી પાણીની લાઈનમાં પુરાણ થતા છેલ્લા 2 વર્ષથી વરસાદી પાણીનો ભરાવો આ વિસ્તારમાં થતો જોવા મળ્યો છે. બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી નાસ્તાની લારી સંચાલકને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરિવારના 11 સભ્યો આ નાસ્તાની લારી ઉપર નભી રહ્યા છે. પરિવાર ચા નાસ્તાના વેપાર ઉપર ગુજરાન ચલાવી રહ્યા હતા. 7 દિવસથી પડેલા ભારે વરસાદમાં દુકાનમાં અને આજુબાજુના વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ પંચાયત સહિતના તમામ લોકોને વરસાદી પાણીના નિકાલ માટે પરિવારના સભ્યો અજીજી કરી રહ્યા છે. આગામી દિવસોમાં જો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન આવેતો પરિવારના સભ્યોની હાલત કફોળી બની શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube