જામનગર પંથકમાં પાક નિષ્ફળ જવાની ચિંતામાં એક ખેડૂતનો આપઘાત
જામનગર જિલ્લામાં ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઈને બેઠા છે.
જામનગરઃ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભલે મેઘમહેર છે, પણ જામનગર પંથકમાં હજુ સારો વરસાદ પડ્યો નથી. સારા વરસાદના કારણે ખેડૂતો પાક નિષ્ફળ જવાની ચિંતામાં છે. આવી જ ચિંતામાં જામનગરના ધ્રોલના દેડકદડ ગામના ખેડૂતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. દેવસિંહ જાડેજા નામના આ ખેડૂત ઘણાં દિવસથી ઓછા વરસાદને લઈ ચિંતામાં હતા. તેમાં પણ આસપાસના લોકોએ વાવેતર નિષ્ફળ જવા, વરસાદ સારો નહીં થવા અને વળતર નહીં મળવાની વાતો કહેતા તેઓ ચિંતામાં હતા. આ કારણે તેમણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.